Team Chabuk-Political Desk: કોઈ પણ મોટો નેતા કે નાનો નેતા અથવા તો છાત્ર નેતા. હવે તો પત્રકારની પણ જો ધરપકડ કરવામાં આવે તો તેની અંદર જ્યોર્જ ફર્નાન્ડિઝની (george fernandes) આત્મા સમાય જાય છે. એ પોલીસ વેનની બહાર વારંવાર હાથ ઉઠાવતો હોય છે અને લોકશાહી સ્વતંત્રતાનો રાગ આલાપતો હોય છે. આ દૃશ્યની શરૂઆત જ્યોર્જ ફર્નાન્ડિઝે (george fernandes) કરી હતી. એ પછી અસંખ્ય નેતાઓની ધરપકડ થઈ પણ જ્યોર્જની એ તસવીર કોઈ દિવસ મગજમાંથી નથી હટતી. જ્યારે પણ કોઈ નેતાની ધરપકડ થાય છે ત્યારે જ્યોર્જની એ તસવીર ગમે ત્યાંથી મગજને કેદ કરી લે છે. એ ઈમરજન્સીના હીરો રહ્યા હતા. જ્યોર્જનું વડોદરા સાથે પણ કનેક્શન રહ્યું છે. શું રહ્યું છે ? એ તમે આગળ વાંચો.
ઈમરજન્સી ચાલી રહી હતી. નેતાઓની ધડાધડ ધરપકડ થતી હતી. છુપાવાનું કોઈ ઠેકાણું રહ્યું નહોતું. પ્રેસની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી હતી અને છતાં કેટલાક પત્રકારો અને વ્યંગકારો ઈન્દિરાની ઠેકડી ઉડાવતા હતા. પણ બચવાની તો કોઈ આશા નહોતી. એકમાત્ર ગરવી ગુજરાત એવું સ્થળ હતું જ્યાં છુપાય શકાય. એ સમયે અહીં જનતા ફ્રન્ટની સરકાર હતી અને બાબુભાઈ પટેલ અહીંના મુખ્યમંત્રી હતા.
જુલાઈ 1975ની સાલમાં ફરાર જ્યોર્જ ફર્નાન્ડિઝ (george fernandes) વડોદરા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત બે લોકોની સાથે થઈ. પ્રથમ કિર્તી ભટ્ટની સાથે થઈ જે એ વખતે વડોદરા યૂનિયન ઓફ જર્નલિસ્ટના અધ્યક્ષ હતા. બીજા હતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સ્ટાફ રિપોર્ટર વિક્રમ રાવ. અહીં એ નક્કી થયું કે ઈમરજન્સીની ફાસીવાદી સરકારની સામે અહીંસક આંદોલન ચલાવવાથી આપણી દાળ નહીં ગળે. હિંસક રસ્તો અખત્યાર કરવાનો સમય આવી ગયો છે.
વિક્રમ રાવ દ્વારા જ્યોર્જની મુલાકાત વિરેન.જે.શાહની સાથે થઈ હતી. એ સ્થાનિક કારોબારી હતા. એમણે જ્યોર્જને (george fernandes) વાયદો કર્યો કે એ ડાયનામાઈટની વ્યવસ્થા કરી દેશે. ડાયનામાઈટની વાત પર મહોર માર્યા બાદ નક્કી કરવામાં એ આવ્યું હતું કે જ્યારે ઈન્દિરા ગાંધીની સભા હોય ત્યારે નજીકના શૌચાલયમાં ધમાકો કરવામાં આવે અને અફરા તફરીનો માહોલ ક્રિએટ કરવામાં આવે. આ યોજનામાં સૌથી મોટી જવાબદારી એ લેવાની હતી કે શૌચાલયમાં ધડાકો ભલે થાય પણ કોઈ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ.
વડોદરામાં બધી કામગીરી ઠેકાણે પાડી ફરાર જ્યોર્જ (george fernandes) પટના પહોંચ્યા. અહીં બિહારના નોન ગેજેટેડ કર્મચારી યુનિયનના તત્કાલીન અધ્યક્ષ રેવતીકાંત સિંહાના ઘરમાં તેઓ રોકાયા હતા. આ ઘટનાને શિવાનંદ તિવારી યાદ કરતા કહે છે કે…. ‘‘જ્યોર્જનો સ્વભાવ એવો હતો કે તેમના માટે અંડરગ્રાઊન્ડ રહેવું અસંભવ હતું. જલ્દી જ પોલીસને તેમના આવવાની સૂચના મળી ગઈ. પોલીસ જ્યારે પહોંચી ત્યારે જ્યોર્જ (george fernandes) તો ન મળ્યા પણ રેવતીકાંત મળી ગયા. તેમને પકડી લેવામાં આવ્યા. કડક પૂછતાછ કરતાં રેવતીકાંત તૂટી ગયા. એ કોઈ હથિયારબંધ સંઘર્ષમાંથી નીકળેલા માણસ નહોતા. જેથી એ સ્વાભાવિક પણ હતું. એમણે પોલીસને એ વાત કહી દીધી કે જ્યોર્જ (george fernandes) જ્યારે આવ્યા હતા ત્યારે પોતાની સાથે ડાયનામાઈટની પેટી લઈને આવ્યા હતા. એ પેટી અત્યારે તેમના ઘરમાં દાટેલી છે.’’
આ રીતે જ્યોર્જ (george fernandes) અને તેમના મિત્રોની ઘટનાનો ઘટના બનતા પહેલા જ ધડાકો થઈ ગયો. પચ્ચીસ માણસોને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લીધો હતો. રેવતીકાંત સમાજવાદીઓથી દૂર ચાલ્યા ગયા અને બાદમાં તેમનું નિધન થઈ ગયું.
ડાયનામાઈટની યોજનાનો તો ફિયાસ્કો થઈ ગયો. હવે પોલીસ જ્યોર્જને (george fernandes) શોધી રહી હતી. 1980ની હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની પાછળ જે રીતે પોલીસ ભાગતી અને ફરાર અમિતાભ બચ્ચન આરોપીનાં પાત્રમાં અહીંથી ત્યાં ત્યાંથી અહીં ભટક્યા કરતા, તેવી હાલત જ્યોર્જની (george fernandes) થઈ ગઈ હતી. પણ જ્યોર્જ (george fernandes) મગજથી કામ લેતા હતા. એ જ્યારે પણ મુસીબતમાં ફસાતા ત્યારે પોતાના ભૂતકાળને યાદ કરી લેતા હતા. આ વખતે પણ તેમને તેમનો ભૂતકાળનો અભ્યાસ જ કામ લાગ્યો.
3 જૂન 1930ના રોજ મેંગ્લોરમાં પેદા થયેલા જ્યોર્જ (george fernandes) 6 ભાઈઓમાં સૌથી મોટા હતા. 16 વર્ષની ઉંમરમાં તેમને કેથલીક પાદરી બનવા માટે બેંગ્લોરના સેમિનરીમાં મોકલવામાં આવ્યા હતા. અહીં તેઓ બે વર્ષ સુધી રહ્યા હતા અને દેશ આઝાદ થયો ત્યારે પણ તેઓ આ ધાર્મિક સંસ્થાનનો ભાગ રહ્યા. જ્યોર્જે (george fernandes) આ અંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘સેમિનરીથી મારું મન ઉઠી ગયું હતું. હું જોતો હતો કે પાદરીની કથની અને કરણીમાં તો વધારે ફર્ક છે. દુનિયાના તમામ ધર્મોમાં આવું જોઈ શકાય છે.’
જ્યોર્જની (george fernandes) જ્યારે ધરપકડ કરવાના હતા તો તેઓ ભાગીને કલકત્તા ચાલ્યા ગયા અને સેમિનરીના અભ્યાસને આગળ લાવી ત્યાં છુપાઈ ગયા. ભૂતકાળનો એમણે વર્તમાનમાં આ રીતે ઉપયોગ કર્યો. 10 જૂન 1976માં તેમની ધરપકડ કરવામાં આવી. રાતે જ કલકત્તાથી દિલ્હી લાવવામાં આવ્યા. ઘણાને શંકા હતી કે ક્યાંક તેમની હત્યા ન કરી દેવામાં આવે.
હવે વાત જ્યોર્જની (george fernandes) ક્લાસિક તસવીરની. આ તસવીર કેવી રીતે આવી? જ્યોર્જ વડોદરા ડાયનામાઈટ કેસમાં તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આશરે 200 પોલીસ જવાનો જ્યોર્જની (george fernandes) વેનની આસપાસ હતા. જ્યોર્જને (george fernandes) તિહાડ જેલથી તીસ હજારી જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ તસવીર તેઓ કોર્ટમાં પહેલી વખત હાજર રહેવાના હતા ત્યારે લેવામાં આવી હતી.
એ ભીડમાં એક નારો ખૂબ બોલાતો હતો. નારો બોલનારા જેએનયૂ અને ડીયૂના વિદ્યાર્થીઓ હતા. ‘‘જેલ કે દરવાજે તોડ દો, જ્યોર્જ ફર્નાન્ડિઝ કો છોડ દો…’’
‘‘કૉમરેડ જ્યોર્જ કો લાલ સલામ’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત