Homeગુર્જર નગરીજામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કૌભાડ મામલે આઠ જેટલા અઘિકારીઓ- કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલા તથા સીઆઇડી ક્રાઇમની તપાસ સહિતની તજવીજનો ધમધમાટ શરૂ થયો છે.

મળતી માહિતી પ્રમાણે જામનગર ખાતે મુખ્ય કચેરી ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અઘિકારીઓ-કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ના નવા ડાયરેક્ટરોની થોડા સમય પૂર્વે વરણી કરવામાં આવી હતી. જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પી.એસ. જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પી.એસ. જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આ અનુસંધાને કડક કાર્યવાહી હાથ ધરીને બેન્કના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટાવાળા મળી, કુલ આઠ કર્મચારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું ખુલવા પામતા તેઓને તાત્કાલિક ધોરણે આજકાલમાં જ સસ્પેન્ડ કરવા તથા આ તમામ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

shreeji dhosa

ઉપરાંત બેંકમાં આર્થિક કૌભાંડોને અંજામ આપનારા કર્મચારીઓ સામે પણ નજીકના ભવિષ્યમાં સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગમાં ફરિયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરી અને તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ધિરાણના બાકીદારોએ તેઓની બાકી રકમ તાત્કાલિક ભરી અને ત્યારબાદ જ નવું ધિરાણ મેળવવા માટેની કાર્યવાહી કરે અન્યથા ના છૂટકે બેંક દ્વારા લેણું વસૂલવા માટે જમીનોની મિલકત જપ્તી કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.  જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકમાં જે કોઈ સભાસદોને બેંક તરફથી કોઈપણ જાતની તકલીફ હોય તો તેઓએ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. બેંકમાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે તે તો આગામી સમયમાં તપાસ બાદ જ જાણવા મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments