Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં યુવકે લગ્નના ત્રણ દિવસ પહેલાં જ પ્રેમિકા સાથે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમીએ પ્રેમિકા સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું છે. 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલી હાલતમાં કેનાલમાંથી મૃતદેહો મળી આવતા બન્નેના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.
પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરનાર પ્રેમી યુવકના પરિવારે શોધેલી યુવતી સાથે આગામી 7 એપ્રિલના રોજ લગ્ન હતા. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે, પોતાની પ્રેમિકાથી દુર થવું ના પડે અને લગ્ન ના કરવા પડે તે માટે જ યુવકે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકીને જીવ દઈ દીધો છે.
તાજેતજરમાં જ થઈ હતી સગાઈ
વાઘોડિયાના રાજપુરા ગામ પાસેની નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી છે. પ્રવિણભાઇ રાઠવા (ઉ.35) ( રહે. કંજરી પાણીયા કોતર ફળીયુ તા.હાલોલ જિ.પંચમહાલ) એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરિવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ (ઉ.વ.19) જે કુંવારો હતો. તેની હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઈ કરવામાં આવી હતી. અને આગામી 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપનું મન અન્ય યુવતીમાં લાગી ગયું હતું. તેથી તેને આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

ઘરમાં લગ્ન હોવાથી મૃતક દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમા કોઈને પણ જાણ કર્યાં વગર બાઇક પર પોતાની પ્રેમીકા ઊર્મિલા (ઉ.18)ને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મૂક્યું હતુ. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિપીલની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.
આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસીંગભાઈએ જણાવ્યું હતું કે, રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા શોધખોળ કરી હતી અને હવે બંનેના મૃતદેહ મળ્યા છે. આગળની તપાસ હાલ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
