Homeગુર્જર નગરીઅમદાવાદમાં દારૂ પીને કાર ચલાવનારની રોડ પર ‘સર્વિસ’, લોકોએ કહ્યું, 10ને કચડનારા...

અમદાવાદમાં દારૂ પીને કાર ચલાવનારની રોડ પર ‘સર્વિસ’, લોકોએ કહ્યું, 10ને કચડનારા તથ્યની કેમ નહીં ?

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસે ઓવરસ્પીડ વાહનો, ડ્રીંક એન્ડ ડ્રાઈવ મામલે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં દારૂ પીને કાર ચલાવનાર શખ્સોની પોલીસે રોડ પર જ સર્વિસ કરી છે. દારૂ પીને કાર ચલાવી રહેલા શખ્સને પોલીસે પકડીને જાહેરમાં જ ધોલાઈ કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ગઈકાલે દારૂ પીને કાર હંકારી અકસ્માત કર્યાનો વીડિયો સામે આવ્યો હતો. આ કારમાં ચાર લોકો સવાર હોય પોલીસે 48 કલાકમાં જ પોલીસે આરોપીઓને પકડીને જાહેરમાં રોડ પર જ ધોલાઈ કરી હતી. પોલીસે આરોપીઓને પોલીસ વાન પાછળનું સ્પેરવીલ પકડાવીને દંડા ફટકાર્યા હતા અને નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

મણિનગરમાં પોલીસે આ નબીરાઓને જાહેર રોડ પર જ સર્વિસ કરીને સીધા દોર કરી દીધા છે. પોલીસ દ્વારા દારૂ પીને કાર ચલાવનાર શખ્સોને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ આ ભાન ભૂલેલા શખ્સોને દંડા ફટકારીને પોતાની જવાબદારીનું ભાન કરાવી રહી છે. પોલીસે રસ્તા પર જ આ નબીરાઓને સબક શિખવાડીને રસ્તા પર નિયમમાં રહીને વાહન ચલાવવાનું ભાન કરાવ્યું છે.

અમદાવાદ શહેરના મણિનગરમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામેના બાંકડા પર નબીરાઓએ નશાની હાલતમાં બાકડા પર કાર ચડાવી દીધી હતી. જેના કારણે આ કાર આખી ઊંધી થઇ ગઇ હતી. તો બીજી બાજુ બાકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.

ઇસનપુરમાં જયમાલા ભાડુઆતનગર પાસે આનંદ સોસાયટીમાં રહેતા કેદાર હીરેનભાઇ દવે (ઉ.વ.25)સામે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે કે, કેદારના મિત્રને નોકરી મળી હોવાથી કેદાર તેની કારમાં મણિનગર હીરાભાઇ ટાવર પાસે જય ગોપાલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિત મિતેશકુમાર સોની (ઉ.વ.25) તથા ઇસનપુર જયમાલા સોસાયટી સામે આનંદ સોસાયટીમાં રહેતા ઋત્વીક સુભાષભાઇ માંડલીયા (ઉ.વ.25) તેમજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે અશોક સોસાયટીમાં રહેતા સ્વરાજ જયેશકુમાર જાદવ (ઉ.વ.23) ચારેય મિત્રો રાત્રે કારમાં બેસીને ઇસનપુર વિસ્તારમાં પાનના ગલ્લે ગયા હતા અને કારમાં બેસીને મહેફીલ મનાવી હતી.

'Service' on the road of drunk driving in Ahmedabad, people said, why not the Tathya

મહત્વનું છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ઓવરસ્પીડમાં કાર હંકારીને તથ્ય પટેલ નામના નબીરાએ 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને રાજ્યભરમાં નિયમ વિરુદ્ધ વાહનો હંકારતા શખ્સો સામે લાલ આંખ કરવા ફરમાન કર્યું છે. ત્યારે રાજ્યભરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં દારૂ પીને વાહનો હંકારતા, ઓવરસ્પીડમાં વાહનો હંકારતા, સ્ટંટ કરીને વાહનો ચલાવતા શખ્સોને ઝડપીને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments