Homeદે ઘુમા કેબાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીને મળશે તક ? જાણો સંભવિત...

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીને મળશે તક ? જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન

Team Chabuk-Sports Desk: બુધવારે ભારતીય ટીમ તેની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમશે. સેમીફાઈનલની દૃષ્ટિએ ભારત-બાંગ્લાદેશની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ ઓપનર કેએલ રાહુલનું ખરાબ ફોર્મ સમસ્યા બની રહ્યું છે. કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપ 2022ની 3 મેચમાં માત્ર 22 રન જ બનાવી શક્યો છે. કેએલ રાહુલનું આ ફોર્મ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને મેનેજમેન્ટ માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે.

ચર્ચા ચાલી રહી છે કે શું કેએલ રાહુલને બાંગ્લાદેશ સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે ? જો કે, એવું માનવામાં આવે છે કે ખરાબ ફોર્મ છતાં કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલ પર વિશ્વાસ બતાવી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને અજમાવી શકે છે. ખરેખર, દિનેશ કાર્તિક T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળી શકે છે.

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિ અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments