Team Chabuk-Sports Desk : શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર નામના બે યુવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કરિશ્મો કરી દીધો. ભારતીય ક્રિકેટ ઈતિહાસના એ બે નામ જેને ઓસ્ટ્રેલિયા કોઈ દિવસ નહીં ભૂલે. બ્રિસ્બેનમાં રમાનારા નિર્ણાયક મુકાબલામાં ઓસ્ટ્રેલિયા જીતની આશા સાથે આવેલી કારણ કે ભારતની અડધી ટીમ ઈજાગ્રસ્ત છે. એવામાં સુંદર અને શાર્દુલે ઓસ્ટ્રેલિયાને વેરવિખેર કરી નાખ્યું. હવે સોશિયલ મીડિયા પર આ બંને ખેલાડીઓની વાહવાહી થઈ રહી છે. વિશ્વ ક્રિકેટનો કોઈ એવો ખેલાડી નથી જે સુંદર અને શાર્દુલ માટે ભરપેટ વખાણ કરતા થાકતો ન હોય. આ અંગે વિરાટ કોહલીએ ટ્વીટર માધ્યમથી કહ્યું કે….
Outstanding application and belief by @Sundarwashi5 and @imShard. This is what test cricket is all about. Washy top composure on debut and tula parat maanla re Thakur! 👏👌
— Virat Kohli (@imVkohli) January 17, 2021
‘‘શાર્દુલ અને સુંદરની ઈનિંગ જોયા પછી સારું પ્રદર્શન અને પોતાનામાં વિશ્વાસ, એટલા માટે ટેસ્ટ આટલી ખાસ છે. વાશીએ ડેબ્યુ ટેસ્ટમાં શ્રેષ્ઠ માનસિક સંતુલન દેખાડ્યું. અમે તને પાછા માની ગયા ઠાકુર.’’
શાર્દુલ-સુંદરના વખાણ શું કામે ?
બ્રિસબેનમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા ભારતને 369 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં ભારતીય ટીમની 186 રન પર છ વિકેટ પડી ગઈ હતી. એ પછી મેદાનમાં ઉતર્યા વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર. જેંમની બેટીંગ જોઈ ઓસ્ટ્રેલિયાના બોલરો પાણી પાણી થઈ ગયા. 186 એ રોકાયેલા ભારતીય સ્કોરને આગળ ધપાવતા બંનેએ 309 સુધી પહોંચાડી દીધો. 123 રનની ભાગીદારી નોંધાવી દીધી. જેમાં શાર્દુલના 67 અને વોશિંગ્ટનના 62 રનનો ફાળો રહ્યો. એ બંનેની મદદથી ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 336 રન બનાવ્યા. જેના કારણે ઓસ્ટ્રેલિયાને ફક્ત 33 રનની જ લીડ મળી શકી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયાએ વગર કોઈ નુકસાને 21 રન બનાવ્યા છે. હવે ચોથા દિવસે ભારતીય બોલરોનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરી શકે છે કે નહીં. તે જોવાનું રહેશે.
Gabba the Dhaba for these two guys.
— Virender Sehwag (@virendersehwag) January 17, 2021
Brilliant from Sundar and Thakur. pic.twitter.com/NouAYYFyN4
Congrats @Sundarwashi5 & @imShard on ur maiden Test 50’s. Loved the fight, technique and will power you both exhibited. Also a good example for young bowlers to work on their batting as you never know when your contribution with the bat will help the team. #AUSvIND
— VVS Laxman (@VVSLaxman281) January 17, 2021
50 – @Sundarwashi5‘s half-century is the first time an Indian #7 has scored 50 on debut since Rahul Dravid notched 96 against England at Lord’s in 1996. Splendid. #AUSvIND pic.twitter.com/JAvdpCC7WM
— OptaJeev (@OptaJeev) January 17, 2021
It was a partnership to remember, no matter what happens from here on!
— Joy Bhattacharjya (@joybhattacharj) January 17, 2021
Indian pairs with 3+ wickets each in an innings and both scoring 50+ runs each in an innings of the same Test:-
— Kausthub Gudipati (@kaustats) January 17, 2021
Vinoo Mankad & Dattu Phadkar v ENG, 1951
Hanuma Vihari & Ravindra Jadeja v ENG, 2018
Washington Sundar & Shardul Thakur v AUS, today#AUSvIND
THE TITANS OF GABBA!
— North Stand Gang – Wankhede (@NorthStandGang) January 17, 2021
Pangs of nostalgia for Kumble Srinath and Titan Cup#AUSvIND @imShard @Sundarwashi5 @iamjavagal @anilkumble1074 pic.twitter.com/VQAxyiw5jI
Sundar and Shardul have epitomized India’s never say die spirit on this fascinating series. Next man up mentality should inspire many other teams never to give in or up.
— Ian bishop (@irbishi) January 17, 2021
First Thakur now Sundar reaching 50, what a spirited partnership from these two. Australia have spent too long waiting for it to happen! #AUSvIND
— Tom Moody (@TomMoodyCricket) January 17, 2021
The Shardul Thakur and Washington Sundar partnership comes to an end on 123, the second biggest of the series 👏 #AUSvIND pic.twitter.com/gTwAwMwMu3
— 7Cricket (@7Cricket) January 17, 2021
સુંદરે ધોનીની યાદ અપાવી દીધી
વોશિંગ્ટન સુંદર ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ઉતર્યો હતો. જેથી ભારતને એટલી આશા નહોતી. વોશિંગ્ટન સુંદરને લિમિટેડ સિરીઝની મેચ પત્યા પછી ઓસ્ટ્રેલિયામાં રોકવામાં આવ્યો હતો, કારણ કે ખેલાડીઓ ટપોટપ ઈજાગ્રસ્ત થઈ રહ્યા હતા. એવામાં ખેલાડીઓની ઈજાના કારણે સુંદરને ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી ગઈ હતી અને તેણે તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા સિલેક્ટર્સ માટે હવે મૂંઝવણ ઊભી કરી દીધી છે. સુંદરે ત્રણ વિકેટ લીધી. સ્ટીવ સ્મિથથી શરૂ કરીને કેમરુન ગ્રીન અને નાથન લોયનને પણ આઉટ કરી નાખ્યા. સુંદર મેદાનમાં પોતાની બોલિંગ અને બેટ વડે રમેલી ઈનિંગ કરતા એક સિક્સના કારણે વધારે ચર્ચામાં રહ્યો. સુંદરે નાથન લાયનની ઓવરના છેલ્લા બોલમાં સ્લોગ સ્વીપ કર્યો. સુંદર પીચને જ જોઈ રહ્યો હતો. બોલ બાઉન્ડ્રી બહાર હતો. એ સિક્સે ધોનીની એક સિક્સની યાદ અપાવી દીધી. ધોનીના ફેન હો તો યાદ કરી લો.
सुंदर 🤗 https://t.co/4ls0sq3jq6
— Aakash Chopra (@cricketaakash) January 17, 2021
શોએબ અખ્તરે કરી પ્રશંસા
ભારતીય ટીમની ઈનિંગને જોતા શોએખ અખ્તરે પણ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે જે રીતે ભારતીય ટીમ અનુભવી ખેલાડીઓ વિના રમી રહી છે અને લડાઈ લડી રહી છે તેનો શોએબ કાયલ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં ઘુસીને જે રીતે ભારત ટક્કર આપી રહ્યું છે તેનાથી શોએબ ખૂબ જ પ્રભાવિત થયો છે. અખ્તરે ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ ભારતની સુંદરતા છે કે તમામ પ્લેયર્સ ગુમાવ્યા છતાં એ એ બાળકો સાથે રમી રહી છે જેણે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવાનું સપને પણ નહીં વિચાર્યું હોય.’
શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, ‘જસપ્રીત બુમરાહ બહાર, બેટ્સમેન પણ બહાર અને છેલ્લી ટેસ્ટ આવતા આવતા મોટાભાગના ખેલાડીઓ બહાર હોવા છતાં આ યુવા ટીમે લડવાની હિંમત બતાવી અને પુરી તાકાત ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમને રોકી લીધી. આ પ્રશંસા કરવાને લાયક છે. આ અનુભવવિહોણી ટીમ જે રીતે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ રમી રહી છે. તેમના ઘર આંગણે જવાબ આપી રહી છે. એ કમાલ છે. હું આ ટીમથી ઘણો જ પ્રભાવિત છું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત