Homeદે ઘુમા કેચૈન્નઈએ રિટેઈનમાં જાડેજાને 16 અને ધોનીને 12 કરોડ આપ્યા ત્યારથી અટકળો થવા...

ચૈન્નઈએ રિટેઈનમાં જાડેજાને 16 અને ધોનીને 12 કરોડ આપ્યા ત્યારથી અટકળો થવા લાગી હતી કે આ વખતે સુકાની જાડેજા હોઈ શકે છે

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2022ની શરુઆત થવામાં માત્ર બે દિવસ બાકી છે અને ફેન્સની સૌથી મનપસંદ ટીમ ચૈન્નઈ સુપર કિંગ્સે જે સમાચાર આપ્યા તેનાથી ઝટકો તો લાગ્યો જ છે. ચૈન્નઈ સુપર કિંગ્સને ચાર વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવનારો ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હવે ચૈન્નઈનો સુકાની નથી. હવે સુકાનીપદની જવાબદારી રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે. ધોનીએ ખૂદ સુકાનીપદ છોડવાનો નિર્ણય લીધો છે. આઈપીએલના 15માં સંસ્કરણમાં ધોની હવે માત્ર વિકેટકીપર અને બેટરની ભૂમિકામાં જોવા મળશે.

ગત ચેમ્પિયન ચૈન્નઈને 26 માર્ચના રોજ કોલકાતાની સામે વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમવાની છે. જોકે એ પહેલા જ ચાર વખતની ચેમ્પિયન સીએસકે ટીમમાં મોટું પરિવર્તન આવ્યું છે. સીએસકે તરફથી ગુરુવારના રોજ અધિકારીક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મહેન્દ્રસિંહ ધોનીએ ચૈન્નઈ સુપર કિંગ્સની આગેવાની છોડી દીધી છે અને રવીન્દ્ર જાડેજાને ટીમનું સુકાનીપદ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાડેજા જે 2012થી ટીમનો ભાગ છે તે ચૈન્નઈનો ત્રીજો સુકાની હશે. ધોની આ સિઝન અને આવનારી સિઝનમાં પણ ચૈન્નઈનો ભાગ બનીને રહેશે.’

ચૈન્નઈની ટીમે આ વખતે આઈપીએલ હરરાજી પહેલા ધોની-જાડેજા સહિતના ચાર ખેલાડીઓને રિટેઈન કર્યાં હતા. જાડેજાને ફ્રેન્ચાઈઝીએ 16 કરોડ રૂપિયાની માતબર રકમ આપી રિટેઈન કર્યો હતો. પણ ધોનીને આ સિઝનમાં જાડેજાથી ઓછી 12 કરોડની રકમ આપી રિટેઈન કરવામાં આવ્યો. એ પછીથી જ એવી અટકળો વહેતી થઈ હતી કે ચૈન્નઈને વિજય બનાવવાની જવાબદારી જાડેજાના માથે આવી શકે છે.

ધોની આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. તેના નેતૃત્વમાં સીએસકે 2010, 2011, 2018 અને 2021માં ખિતાબ જીત્યો હતો. ધોનીની આગેવાનીમાં ટીમે 121 મેચ જીત્યા છે. ધોની આઈપીએલમાં અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડીના નેતૃત્વમાં નથી રમ્યો. શક્ય છે જાડેજા પ્રથમ અને અંતિમ કેપ્ટન હોઈ શકે છે જેની આગેવાનીમાં મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ રમશે. એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે આ ધોનીની અંતિમ આઈપીએલ સિઝન હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments