HomeસિનેમાવાદKK Love Story: કેકેએ જીવનમાં એક જ છોકરીને ડેટ કરી, લગ્ન પહેલાં...

KK Love Story: કેકેએ જીવનમાં એક જ છોકરીને ડેટ કરી, લગ્ન પહેલાં નોકરી પણ કરવી પડી

Team Chabuk-Entertainment Desk: બોલિવુડના પ્રખ્યાત પ્લેબેક સિંગર કેકેના નિધનથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીઝ અને બોલિવુડમાં શોકનો માહોલ જવાઈ ગયો છે. કેકેના અચાનક નિધનથી તેઓના ફેન્સ પણ આઘાતમાં સરી પડ્યા છે. કોલકાતામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન તબિયત લથડ્યા બાદ કેકેએ અંતિમ શ્વાસ લીધા છે. માત્ર 53 વર્ષની ઉંમરે જ કેકેનું નિધન થતાં પરિવારજનો પણ આઘાતમાં છે. કેકે ઉર્ફ કૃષ્ણ કુમાર કુન્નથ બોલિવુડ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીઝનું મોટું નામ હતા. તેમણે પોતાની કેરિયરમાં ઘણા ગીતો ગાયા છે અને પ્રસિદ્ધિ મેળવી છે. જો કે કેકેએ પોતાની અંગત લાઈફને હંમેશા મીડિયાથી દૂર રાખી છે. બહુ ઓછા લોકો જાણે છે કે કેકેએ પોતાની બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા છે. કેકેની પત્નીનું નામ જ્યોતિ છે. કેકે અને જ્યોતિને બે બાળકો છે જેમાં એક દીકરો અને એક દીકરી છે.

કેકેએ એક વખત કપિલ શર્માને જણાવ્યું હતું કે, તેઓની અને જ્યોતિની પ્રથમ મુલાકાત ધોરણ 6માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બન્ને સાથે છે. કેકેએ પોતાના જીવનમાં એક જ યુવતીને ડેટ કરી છે. કેકેએ કહ્યું હતું કે, મેં જીવનમાં એક જ છોકરીને ડેટ કરી છે અને તે મારી પત્ની જ્યોતિ છે. હું બહુ શરમાળ છોકરો હતો અને મને બરાબર ડેટ કરતાં પણ આવડતું ન હતું. ઘણી વખત મારા બાળકો મને આ વાત પર ખિજવતા હોય છે.

કેકે અને જ્યોતિ બાળપણથી સાથે હતા. બન્નેએ 1991માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલાં કેકેને પોતાના માટે નોકરી પણ શોધવી પડી હતી. તે વખતે કોઈ કામ ન મળતાં કેકેએ સેલ્સમેનની નોકરી કરી હતી. ત્યારબાદ તેઓના લગ્ન થયા. પરંતુ છ મહિનામાં જ કેકે પોતાની નોકરીથી કંટાળી ગયા. પોતાની પત્ની અને પિતાના સહકારના કારણે કેકેએ નોકરી છોડી દીધી અને પોતાના સપના તરફ નીકળી પડ્યા અને આ રસ્તો હતો મ્યૂઝિકનો.

ત્યારબાદ કેકેએ પોતાના માટે એક કિબોર્ડ ખરીદ્યું અને પોતાના મિત્રો શિવાની કશ્યપ અને સૈબલ બસુ સાથે મળીને જિંગલ્સ બનાવવાનું શરૂ કર્યું. ત્રણેયે મળીને આ કામમાંથી રૂપિયા પણ મેળવ્યા. પરંતુ કેકે આ કામથી બહુ ખુશ ન હતા. દિલ્હીમાં તેમને બરાબર કામ ન મળતાં તેઓ મુંબઈ આવી ગયા. બસ મુંબઈ આવીને કેકેનો જાદુ એવો ચાલ્યો કે તે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીઝનું એક જાણીતું નામ બની ગયા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments