Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ જેમાં બાંગ્લાદેશે ત્રણ વકેટે શ્રીલંકાને પરાજય આપ્યો. જો કે, આ મેચમાં ફૂલ ડ્રામા સર્જાયો. ત્યા સુધી કે મેચ પુરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એક બીજાને મળ્યા પણ નહીં. શ્રીલંકાએ બાંગ્લાદેશને 280 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે બાંગ્લાદેશે 41.1 ઓવરમાં મેળવી લીધો હતો. સાથે જ શ્રીલંકાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. જો કે, આ પહેલાં મેચમાં એક મોટો વિવાદ સર્જાયો હતો જેની ચર્ચા સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે.
શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ અપાયા બાદ વિવાદે જન્મ લીધો હતો. વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી વિકેટ ગુમાવનાર એન્જલો પ્રથમ ખેલાડી બની ગયો છે.
મેથ્યુઝ એક પણ બોલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતુ. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશી કેપ્ટનની ટીકા પણ થઈ રહી છે કે તે ખેલદિલીથી રમ્યો નહીં. મેચમાં જ એન્જેલો મેથ્યુઝે શાકિબને પવેલિયન ભેગો કર્યો હતો અને ટાઈમ આઉટના ઈશારાથી સેલિબ્રેશન કરી બદલો લઈ લીધો હતો. જો કે, શ્રીલંકન ટીમ આ મેચ જીતી શકી ન હતી.
મેચ બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે, તેની ટીમના જ એક ખેલાડીએ તેને અપીલ કરવા માટે પ્રેરિત કર્યો હતો. જે બાદ તેણે ટાઈમ આઉટની અપીલ કરી હતી. અમ્પાયરે તેને અપીલ વિશે પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, નિયમમાં છે તો અમારે વિકેટ જોઈએ છે. જે બાદ સમયની ચકાસણી થઈ અને વિકેટ અપાઈ. આ વિશે શાકિબે કહ્યું હતું કે, તે મેચને એક યુદ્ધની રીતે જોઈ રહ્યો હતો જેમાં તેને કોઈ પણ રીતે જીતવું હતું અને પોતાની ટીમને જીતાડવી હતી. એટલે કે, મેચ બાદ પણ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો.
મહત્વનું છે કે, સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યુઝ બેટિંગ કરવા આવ્યો હતો. તેનું હેલ્મેટ યોગ્ય ન હતું અને તેને પહેરવામાં મુશ્કેલી થતી હતી.આવી સ્થિતિમાં તેણે પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું, જે દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને આઉટ કરવાની અપીલ કરી હતી. જે બાદ એન્જલો મેથ્યુઝે પણ શાકિબને વિનંતી કરી હતી કે તે અપીલ પાછી લઈ લે. જો કે, શાકિબ ટસનો મસ થયો ન હતો જેથી વિવાદ વધુ વકર્યો હતો અને મેચના અંત સુધી બંને ટીમ વચ્ચે આ ઘટનાની ખારાશ, તીખાશ અને ખાટાશ જોવા મળી હતી.
શું કહે છે નિયમ ?
40.1.1 મુજબ ટાઈમ આઉટના કારણે આઉટ
ICC મેન્સ CWC 2023 મુજબ આ નિયમ હેઠળ વિકેટ પડ્યા બાદ નવા બેટ્સમેનને 2 મિનિટ પહેલાં આગામી બોલ રમવા માટે તૈયાર રહેવું પડે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા