Homeદે ઘુમા કેIND vs SA: વર્લ્ડકપમાં ભારતનો દબદબો, સાઉથ આફ્રીકાને 243 રને આપી હાર,...

IND vs SA: વર્લ્ડકપમાં ભારતનો દબદબો, સાઉથ આફ્રીકાને 243 રને આપી હાર, જાડેજાની 5 વિકેટ

Team Chabuk-Sports Desk: ભારતે પણ વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા (IND vs SA) ને શાનદાર રીતે હરાવ્યું છે. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 50 ઓવરમાં 327 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારતીય બોલરો સામે સમગ્ર ટીમ 27.1 ઓવરમાં 83 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતે 243 રને જીત મેળવી મેચ પોતાના નામે કરી. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી નાનો સ્કોર છે.

ભારતનો આ સતત 8મો વિજય છે. વર્લ્ડ કપમાં ભારતનું અજેય અભિયાન ચાલું છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર રેકોર્ડ 49મી સદી ફટકારીને ચાહકોને બેવડી ખુશી આપી છે.

સાઉથ આફ્રિકા જીતનો હીરો વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા રહ્યાં છે. કોહલીએ બરાબર તેના બર્થડેના દિવસે સદી ફટકારી હતી. કોહલીએ 101 રન બનાવ્યાં હતા. તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજા પણ તેનો જાદુ દેખાડ્યો હતો અને સાઉથ આફ્રિકાને પાંચ મોટા બેટરને પેવેલિયન ભેગા કર્યાં હતા. આ બન્નેને કારણે જ ભારતે સાઉથ આફ્રિકાને મોટા રનથી પરાજય આપ્યો હતો.

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 37મી મેચ રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ શરુઆતમાં સારી ધાક જમાવી હતી. રોહિતે લગાતાર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને આફ્રિકી બોલર્સની ચિંતા વધારી દીધી હતી. જોકે ભારતને પહેલો ઝટકો રોહિત શર્માના રુપમાં લાગ્યો. રોહિત શર્મા 40 રન કરીને આઉટ થયો હતો પરંતુ તે પહેલા તેણે મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ 23 રન બનાવીને આઉટ થયો હતો.

શ્રેયસ અય્યર કોહલીની જોડીએ મચાવી ધમાલ

ઓપનિંગ જોડી જેટલું જોઈએ તેટલું ઉકાળી શકી નહોતી ત્યાર બાદ મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ દમદાર દેખાવ કરી જાણ્યો હતો. શ્રેયર અય્યરે પણ અર્ધ સદી કરી લીધી હતી.

વિરાટ કોહલીની ઐતિહાસિક સદી

કોહલીએ બરાબરના તેના જન્મદિવસે ચાહકોને ઐતિહાસિક ગિફ્ટ આપી છે. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી કરી હતી જે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબર છે. સચિને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49 સદી પૂરી કરેલી છે. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા, તેણે સદી ફટકારીને ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની બરોબરી કરી હતી.

IND vs SA World Cup 2023

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments