Homeગુર્જર નગરીસોમનાથ મંદિર ટ્રસ્ટ દર્દીઓની વ્હારે, ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળવ્યા 50 લાખ, 72...

સોમનાથ મંદિર ટ્રસ્ટ દર્દીઓની વ્હારે, ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળવ્યા 50 લાખ, 72 બેડ પણ ફાળવ્યા

શૈલેષ નાઘેરા : કોરોનાની લડાઈમાં જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ પણ આવ્યું છે. કોરોના સામેની જંગમાં મંદિર ટ્રસ્ટે 50 લાખ રૂપિયાના અનુદાનની ફાળવણી કરી છે. ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત  લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ પણ કોવિડ કેર સેન્ટર માટે તંત્રને સોંપી દીધા છે. પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવાયો છે જે દર્દીઓની સારવાર માટે ખુબ ઉપયોગી બનશે.

કોરોના સામેની આ લડાઈમાં ફરીથી એકવાર સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ મેદાને આવી છે. ધાર્મિક સંસ્થાઓ પણ તંત્ર સાથે રહીને બની શકે તેટલી મદદ કરી રહી છે. જેથી આ કોરોના મહામારીમાંથી રાજ્ય મુક્ત થઈ શકે.

ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓને જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ સુધી લાંબુ ન થવું પડે અને ઘરઆંગણે જ સારવાર મળી રહે તે હેતુથી સોમનાત મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું છે. આ પહેલાં પણ મુશ્કેલ પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દર્દીઓની વ્હારે આવી ચુક્યુ છે.

છેલ્લા અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયે જિલ્લાનો કોઈ નાગરિક ઓક્સિજન વગર દમ ન તોડે તે માટે તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. આ ઉપરાંત એવી ફરિયાદો પણ હતી કે જિલ્લામાં હોસ્પિટલોમાં તમામ બેડ ફૂલ છે. દર્દીઓને સારવાર માટે જગ્યા નથી મળી રહી. આ વાતનો ઉકેલ લાવવા માટે ટ્રસ્ટે લીલાવતી ગેસ્ટહાઉસને જ કોવિડ સેન્ટર બનાવવાની પરવાનગી આપી દીધી.

દર્દીઓને ઓક્સિજન અને બેડની વ્યવસ્થા ઉપરાંત ટ્રસ્ટે દર્દીઓના ભોજનની વ્યવસ્થા પણ કરી છે. માત્ર હોસ્પિટલમા દાખલ દર્દીઓ માટે જ નહીં પરંતુ જરૂરિયાતવાળા અને હોમ આઈસોલેટ દર્દીઓની મદદે પણ ટ્રસ્ટ આવ્યું. ટ્રસ્ટ તરફથી દરરોજ 200થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

મંગળવારે ગીર સોમનાથ જિલ્લામાં કુલ નવા 192 કેસ નોંધાયા હતા અને એક દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે જિલ્લામાં 117 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જિલ્લામાં મંગળવારે કુલ 991 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments