Team Chabuk-Gujarat Desk: શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો… ભક્તોના જય સોમનાથ ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું. શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.

શ્રાવણના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને પુષ્પહારથી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પરિસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સાહેબ ,જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફિસર દિલીપભાઇ ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત