Homeતાપણુંસ્વાસ્થ્ય-શિક્ષણ મુદ્દે આપની ગુજરાતને ગેરન્ટી, સિસોદિયાએ કહ્યું, ભાજપે મને સીએમ બનાવવાની ઓફર...

સ્વાસ્થ્ય-શિક્ષણ મુદ્દે આપની ગુજરાતને ગેરન્ટી, સિસોદિયાએ કહ્યું, ભાજપે મને સીએમ બનાવવાની ઓફર આપી

Team Chabuk-Political Desk: રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પૂરજોશથી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને આકર્ષિત કરવા માટે એક બાદ એક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલ અને સિસોદિયાએ ગુજરાતની જનતાને સ્પર્શતી વધુ એક મહત્વની જાહેરાત કરી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના દરેક પરિવારના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવાની ખાતરી આપીએ છીએ. આ ફક્ત શહેરોમાં નહીં પરંતુ ગ્રામીણ સ્તરે પણ હશે. અમારી સરકાર બન્યા બાદ ગુજરાતના દરેક બાળકો માટે ફ્રી અને શાનદાર શિક્ષણ આપીશું. ગુજરાતની દરેક સરકારી શાળાને ખાનગી શાળાની જેમ ભવ્ય બનાવવામાં આવશે. શાળામાં જે રીતે શિક્ષકોની અછત છે તે પૂર્ણ કરીશું. ખાનગી શાળામાં જે બાળકો ભણે છે, તેમની ફી ઘણી વધુ મોંઘી હોય છે. ખાનગી શાળામાં ભણતા બાળકોની ફી આડેધડ વધવા નહીં દઈએ. અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા અમારા પર વિશ્વાસ મૂકશે. 

અરવિંદ કેજરીવાલ શિક્ષણને લઈને પ્રહાર કરતા કહ્યું કે, આજે ગુજરાતમાં 1 કરોડ બાળકો શાળામાં જાય છે. સરકારી અને ખાનગી શાળા બંનેના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં શિક્ષણનું જે સ્તર છે એ 27 વર્ષના ભાજપના શાસનનું પરિણામ છે. બીજા 5 વર્ષ આવશે તો બધું ખરાબ થશે. 

આરોગ્યની ગેરેન્ટી આપતા કહ્યું કે, રાજ્યમાં સરકારી આરોગ્ય સિસ્ટમ ખાડે ગઈ છે. ગુજરાતમાં રહેવાવાળી દરેક વ્યક્તિનો ઈલાજ મફત અને ગુણવત્તાયુક્ત હશે. મફત એનો મતલબ એ નહીં કે ગુણવત્તા નહીં મળે. દિલ્હી માફક ગુજરાતમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેટલા સરકારી દવાખાના છે એને ખાનગી જેમ સર્વોચ્ચ બનાવીશું. સંપૂર્ણ વતાનુકુલિત બનાવીશું. જેનો અકસ્માત થાય છે, તો એનો ઈલાજ સંપૂર્ણ મફત કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે દારૂબંધી મુદ્દે ગેરેન્ટી આપતા કહ્યું કે, અમે ભાજપની જેમ દારૂનો ગેરકાયદે ધંધો નહીં કરીએ. સ્ટેટ ટ્રાન્સપોર્ટના જે કર્મચારીઓ છે, એમનું વેતન ખુબ જ ઓછું છે એમાં પણ કોન્ટ્રાકટ કર્મચારીઓ તો ખુબ જ દુઃખી છે. આજે હું જાહેરાત કરું છું કે અમારી સરકાર બન્યાના 1 મહિનાની અંદર એમની જેટલી પણ માંગો છે, એ પુરી કરવામાં આવશે.”

મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલને રોકવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. ગુજરાતના લોકોને કેજરીવાલમાં આશા દેખાઈ રહી છે. મને ભાજપ તરફથી બે ઓફર આપવામાં આવી છે. ભાજપ તરફથી મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર અપાઈ છે. સાથે જ મારા પર થયેલા કેસ પાછા ખેંચાઈ જશે તેવી ઓફર અપાઈ છે. મને આમ આદમી પાર્ટી તોડવા કહેવામાં આવ્યું છે. પરંતું અરવિંદ કેજરીવાલ મારા રાજકીય ગુરુ છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments