Team Chabuk-Gujarat Desk: ગઈકાલે શનિવારે રાજ્યભરના 77 IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી. મોટાભાગનાને જિલ્લા પોલીસ વડા અને ડીએસપી તરીકેની બદલી અને બઢતી આપવામાં આવી. આ 77 IPS અધિકારીઓમાં એક નામ હતું હરેશ દૂધાત. હરેશ દૂધાતનું પોસ્ટિંગ ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમીમાં હતું. તેઓ કરાઈ પોલીસ એકેડમીના ડેપ્યુટી ડાયરેક્ટર હતાં. જો કે કાલે તેઓની બદલી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે.

કોણ છે હરેશ દૂધાત ?
સુરેન્દ્રનગરના નવા પોલીસ વડા (SP) હરેશ દૂધાતનો જન્મ 24-12-1980ના રોજ થયો હતો. તેમનું વતન અમરેલી જિલ્લાના લીલીયા મોટા તાલુકાના ક્રાંકચ ગામ છે. તેમના પિતાનું નામ મગનભાઈ દૂધાત અને માતાનું નામ કંચનબેન દૂધાત છે. હરેશ દૂધાતનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. ખેડૂત પુત્રથી આઈપીએસ બનવા સુધીની તેમની સફર ખૂબ જ સંઘર્ષભરી રહી છે. તેમણે ઝુઓલોજીમાં બીએસસી અને સોશિયોલોજીમાં એમએનો અભ્યાસ કરેલો છે.

હરેશ દૂધાત રમત-ગમત અને એન્ડવેન્ચરના શોખીન છે. તેઓ બેડમિન્ટન, સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે. તેઓ વારંવાર ટ્રેકિંગ માટે પહાડી વિસ્તારમાં જતાં હોય છે. તેઓને ઘોડેસવારીનો પણ શોખ છે. સોશિયલ મીડિયા પર પણ હરેશ દૂધાત ખૂબ જ સક્રિય રહે છે. ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર તેઓના ઘણા ફોલોઅર્સ પણ છે. ટ્વિટર પર તેઓ પ્રેરણા મળે તેવા સૂત્રો પણ મૂકતા રહે છે.



કોરાનાકાળમાં કરી અદભુત કામગીરી
સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા હરેશ દૂધાતે કોરોનાકાળમાં અદભુત કામગીરી કરી હતી. કોરોનાકાળમાં અમદાવાદમાં જ્યારે કુદકે ને ભૂસકે કેસ વધી રહ્યા હતા ત્યારે કોરોના હોટસ્પોટ એવા અમદાવાદમાં સુપર સ્પ્રેડરને રોકવામાં હરેશ દૂધાતે ખૂબ જ ઉમદા કામગીરી કરી હતી. આ સુંદર કામગીરી બાદ તેઓને સુરતમાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં સેવા માટે મોકલવામાં આવ્યા હતા. જો કે આ કામગીરી દરમિયાન તેઓ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ પણ થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
