Homeદે ઘુમા કેમિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હીલીએ મહિલા વિશ્વકપની ફાઈનલમાં 170 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટમાં...

મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હીલીએ મહિલા વિશ્વકપની ફાઈનલમાં 170 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ 509 રન બનાવી કિર્તીમાન રચી દીધો

Team Chabuk-Sports Desk: મહિલા વિશ્વકપની ફાઈનલમાં એલિસા હીલીએ (Alyssa Healy) 170 રનની વિસ્ફોટક ઈનિંગ રમી ઈંગ્લેન્ડની બોલર્સને પરેશાન કર્યાં હતા. 138 બોલનો સામનો કરતા એલિસાએ 26 ચોગ્ગા ફટકાર્યાં હતા. મહિલા વિશ્વકપની ફાઈનલ જોવા માટે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર અને એલિસાનો પતિ મિચેલ સ્ટાર્ક પણ સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. એલિસાએ સેન્ચુરી ફટકારી ત્યારે તેણે તાળીઓથી પત્નીની આ સિદ્ધિને વધાવી લીધી હતી. આઈસીસીએ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સેન્ચુરી પૂર્ણ કરતાં સ્ટાર્ક પોતાની જગ્યા પરથી ઊભો થયો હતો અને તાળીઓ વગાડી પત્નીની સિદ્ધિને આવકારે છે.

સોશિયલ મીડિયા પર શેર થયેલો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સ્ટાર્ક પોતાની પત્નીનો મેચ જોવા માટે પાકિસ્તાનથી ન્યૂઝીલેન્ડ સીધો પહોંચ્યો છે. મેચમાં એલિસા હીલીએ (Alyssa Healy) પ્રથમ વિકેટ માટે રાચેલ હેન્સની સાથે મળી 160 રનની મેરેથોન ભાગીદારી નોંધાવી હતી. આ બંને બેટર્સને આઉટ કરવા માટે ઈંગ્લેન્ડની ટીમને ખૂબ પરસેવો પાડવો પડ્યો હતો. પ્રથમ વિકેટ માટે 160 રનની ભાગીદારી થતા ઓસ્ટ્રેલિયાની ટીમની અડધી સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હતું.

એલિસા હીલીએ 170 રનની ઈનિંગ દરમિયાન કેટલાય કિર્તીમાન પોતાના નામે કર્યાં હતા. હીલી મહિલા વિશ્વકપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારનારી વિશ્વની એક માત્ર મહિલા વિકેટકીપર બની ગઈ છે. તો વિશ્વકપમાં સેન્ચુરી ફટકારનારી ઓસ્ટ્રેલિયાની બીજી ખેલાડી બની ગઈ છે. વર્ષ 2005માં કેરન રોલ્ટને વર્લ્ડ કપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારી હતી.

એલિસા હીલીએ ફાઇનલમાં 170 રનની ઈનિંગ રમી, એ જ રીતે સેમીફાઈનલમાં પણ હીલીએ સેન્ચુરી ફટકારી ટીમને ફાઈનલના ગેટ સુધી પહોંચાડી હતી. આ વિશ્વકપમાં હીલીએ 9 મેચમાં 509 રન બનાવ્યા છે. જે એક વિશ્વ રેકોર્ડ છે. કોઈ એક મહિલા ખેલાડી દ્વારા વિશ્વકપમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ હવે હિલીના નામે છે.

DHOSA

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments