Homeગામનાં ચોરે6 વર્ષથી ફરાર આરોપી કોરોના ટેસ્ટ કરાવવા આવ્યો અને પકડાઈ ગયો

6 વર્ષથી ફરાર આરોપી કોરોના ટેસ્ટ કરાવવા આવ્યો અને પકડાઈ ગયો

Team Chauk-National Desk: આરોપીઓ કેવી કેવી જગ્યાએથી પકડાઈ જાય છે. જેને અગિયાર અગિયાર પોલીસ સ્ટેશનની પોલીસ શોધી ન શકતી હોય એવા કેદીઓ પણ કોરોનાના કારણે પોલીસના હાથે ચડી રહ્યા છે. આ વાત છે એક નક્સલીની. 6 વર્ષથી ફરાર હતો. પોલીસ પણ તેને શોધવામાં જમીન આકાશ એક કરી ચૂકી હતી. એ નક્સલી પકડાયો તો પણ કોરોનાનાં ભયના કારણે.

સાંભળવામાં આ કોઈ ફિલ્મની પટકથા જેવું લાગે પણ આ સત્ય ઘટના ઝારખંડના ચતરામાં બની છે. જ્યાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલો એક નક્સલી ગત્ત 6 વર્ષથી ફરાર હતો. આ નક્લસીનું નામ મનીષ યાદવ છે. તેને કોરોના થયો છે, એવું લાગી રહ્યું હતું. આ ભયથી જ તે ચતરાની સદર હોસ્પિટલમાં કોરોનાની તપાસ કરાવવા માટે આવ્યો. પણ પોલીસને તેના આવવાની ભનક લાગી ગઈ. હવે જેલના સળિયા ગણી રહ્યો છે.

નક્સલી મનીષની વિરૂદ્ધમાં કુન્દા પોલીસ સ્ટેશન ખાતે કેસ ફાઈલ છે. પોલીસ તેને ગમે તે ભોગે પકડવા ઈચ્છતી હતી. કોઈ રીતે એસપી ઋષવ ઝાને તે કોરોના ટેસ્ટ કરવા આવવાનો હોવાની બાતમી મળી ગઈ. તેણે તેની ધરપકડ કરવા માટે એસડીઓપી અવિનાશ કુમારને નિર્દેશ આપ્યા. એ પછી અવિનાશ કુમારે સદર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ શશિ ઠાકુરને નક્સલી મનીષને પકડવાની જવાબદારી સોંપી. એ પછી મનીષ કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યો કે પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો.

એસડીઓપી અવિનાશ કુમારે આ વિષે જણાવ્યું કે, નક્સલી મનીષે 13 નવેમ્બર 2015નાં રોજ પોલીસ પેટ્રોલિંગ પાર્ટીને નુકસાન પહોંચાડવાના ઈરાદાની સાથે વિસ્ફોટક લગાવ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાં મનીષ યાદવ સિવાય રામપ્રીત પાસવાન અને રામસ્વરૂપ પાસવાનના નામનો સમાવેશ થાય છે. રામપ્રીત પાસવાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે રામસ્વરૂપ પાસવાન જેલમાં સજા કાપી રહ્યો છે.

બાકી રહ્યો મનીષ. એ 6 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી ફરાર હતો. પોલીસના માટે માથાનો દુખાવો બની ગયો હતો. આખરે લાંબા સમયનાં અંતરાલ પછી મનીષ પોલીસને હાથે લાગ્યો છે. એ પણ 2020 બાદ આવેલા કોરોનાના કારણે. ચાલો કોઈને તો કોરોનાનાં કારણે ફાયદો થયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments