Homeદે ઘુમા કેભારતના આ બે ખેલાડી લઈ શકે છે નિવૃતિ ! IND vs BAN...

ભારતના આ બે ખેલાડી લઈ શકે છે નિવૃતિ ! IND vs BAN ટેસ્ટ સિરીઝ બાદ જાહેર કરી શકે છે નિર્ણય

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને જીત મળી હતી. હાલમાં મિરપુર ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે અને બીજા દિવસ શરૂ થયો છે. જેમાં પંત અને અય્યરના સારા પ્રદર્શનથી ભારતીય ટીમે લીડ મેળવી લીધી છે.

બીજી તરફ ભારતીય ટીમના બે ખેલાડીઓની નિવૃતિને લઈ અહેવાલો વહેતા થયા છે. જો કે, આ બંને ખેલાડીઓ હાલની ટીમનો હિસ્સો નથી. ભારતીય સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી તેને સ્થાન મળ્યું નથી. તે ભારતીય ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે ઘણી મહત્વની જવાબદારી નિભાવતો હતો પરંતુ ખરાબ ફોર્મના કારણે હવે તે બહાર બેઠેલો જોવા મળ્યો છે. હવે યુવા ખેલાડીઓના કારણે તેને સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પણ નિવૃત્તિ લઇ શકે છે. ટેસ્ટ ફોર્મેટમાં તે ઘણો મહત્વનો સાબિત થતો આવ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે સતત ખરાબ ફોર્મ બતાવતો હતો અને બીજી તરફ યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને કાયમી સ્થાન બનાવવામાં સક્ષમ રહ્યા છે. બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ આ બે દિગ્ગજ ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતાઓ છે.

મહત્વનું છે કે, બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની બંને મેચોમાં રોહિત ન હોવાના કારણે રાહુલને ભારતીય ટીમની કમાન સોંપાઈ છે. તેણે આ બંને મેચમાં ઘણા ફેરફારો પણ કર્યા છે. હાલમાં ભારતીય ટીમ બીજી મેચ જીતવા તરફ આગળ વધી રહી છે. ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી મોટી સ્પર્ધા જોવા મળી છે. જેના કારણે આ બે ખેલાડીઓ પોતાનું સ્થાન જાળવી શક્યા નથી અને બહાર જોવા મળ્યા છે. તેઓ હવે નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ એક મોટા અને ખરાબ સમાચાર ગણી શકાય છે. ખરાબ પ્રદર્શન અને ઉંમર વધવાના કારણે તેઓ આવો નિર્ણય લઇ શકે છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

આ પ્રવાસ બાદ આગામી ટેસ્ટ સિરીઝ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે. ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments