Homeદે ઘુમા કેIND vs ENG: રોમાંચક સ્થિતિમાં પહોંચી ટેસ્ટ મેચ, 4 રનથી બેવડી સદી...

IND vs ENG: રોમાંચક સ્થિતિમાં પહોંચી ટેસ્ટ મેચ, 4 રનથી બેવડી સદી ચુક્યો પોપ

Team Chabuk-Sports Desk: હૈદરાબાદમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી છે. પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 420 રનમાં સમેટાઈ હતી. હવે ભારતને જીત માટે 231 રનની જરૂર છે.

ઈંગ્લેન્ડનો બેટર ઓલી પોપ માત્ર 4 રન માટે બેવડી સદી ચુક્યો હતો. તે 196 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં બુમરાહે 41 રનમાં 4, અશ્વિને 126 રનમાં 3, જાડેજાએ 131 રનમાં 2 તથા અક્ષર પટેલે 74 રનમાં 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ ટીમના શાનદાર પ્રદર્શનથી 12 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2012 પછી કોઈ વિદેશી ટીમે ભારતમાં બીજી ઇનિંગમાં 300થી વધુ રન બનાવ્યા છે. ઓલી પોપ 196 રન બનાવ્યા. આ ભારતમાં 2012 પછી બીજી ઇનિંગમાં કોઈ વિદેશી બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે 12 વર્ષ પહેલા અમદાવાદમાં 176 રનની ઇનિંગ રમી હતી. ઓલી પોપે હવે તેની આ શાનદાર ઇનિંગ દ્વારા કુકને પાછળ છોડી દીધો છે.
ત્રીજા દિવસે ભારતીય ટીમ 436 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 87 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 79 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલએ 86 રન, યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. આ પછી બીજા દાવમાં 420 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 436 રન બનાવ્યા હતા. હવે ભારતને જીતવા માટે 231 રનની જરૂર છે.

IND vs ENG (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments