Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ 21 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડે મેચ રમશે. આ પહેલા રમાયેલ પ્રથમ મેચમાં ભારતે 12 રને જીત મેળવી હતી. એટલે કે, સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ત્રણ મેચોની આ સિરીઝ 24 જાન્યુઆરી સુધી રમાશે. બીજી મેચમાં જીત મેળવી ભારતીય ટીમ સિરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે. મેચ જીતવા માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા મજબૂત ટીમ સાથે મેદાને જોવા મળશે.
પ્રથમ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 349 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમના બેટ્સમેનો સફળ રહ્યા હતા પરંતુ બોલર ધોવાયા હતા. જેથી ન્યૂઝિલેન્ડની ટીમ 337 રન સુધી પહોંચી ગઈ હતી. હવે બીજી બેચમાં રોહિત શર્મા કોઇ રિસ્ક લેવા ઇચ્છતો નથી. જેથી આ બે મોટા બદલાવો સાથે મેદાને ઉતરશે.
રોહિત શર્મા ફ્લોપ સાબિત થયેલ આ બંને ખેલાડીઓને બીજી મેચમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. તેઓ પર ઘણો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો પરંતુ તેઓ સફળ સાબિત થઇ શક્યા નહીં. જેથી હવે બહાર કરવામાં આવી શકે છે.તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદર બીજી મેચમાંથી બહાર થઇ શકે છે. તે ખૂબ જ ખરાબ પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. તેને ઘણી તકો મળી પરંતુ તે સફળ રહ્યો નથી. જેથી હવે તેને બહાર કરીને તેના સ્થાને શાહબાઝ અહેમદને તક મળી શકે છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર ફાસ્ટ ઓલ રાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ બીજી મેચમાંથી બહાર થઇ શકે છે. તે પણ બેટિંગ અને બોલિંગમાં ખાસ સાબિત થઈ શક્યો ન હતો. જેથી હવે તેને બહાર બેસવું પડી શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ બે મોટા બદલાવો સાથે આવતીકાલે મેદાને જોવા મળી શકે છે. બીજી મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ સિરીઝ જીતવા માટે પ્રયત્ન કરશે. આ સિરીઝ 24 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત