Homeદે ઘુમા કેT20 World Cup 2022: દિનેશ કાર્તિકે આર.અશ્વિનને કહ્યું, "મને બચાવવા માટે ખૂબ...

T20 World Cup 2022: દિનેશ કાર્તિકે આર.અશ્વિનને કહ્યું, “મને બચાવવા માટે ખૂબ ખૂબ આભાર”

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 World Cup 2022માં રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચની ચર્ચા હજુ ચાલી રહી છે. આ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. છેલ્લા 2 બોલ પર 2 રન બાકી હતા અને દિનેશ કાર્તિક સ્ટંપ આઉટ થયો હતો. જો કે, બાદમાં આર. અશ્વિને મેદાન પર આવી બાકીનું કામ પૂર્ણ કર્યું હતું.

કાર્તિક એવા સમયે આઉટ થયો જ્યારે તેના પર સૌ કોઈને વિશ્વાસ હતો કે હવે આ બોલ પર જ જીત બાકી છે. અંતિમ ઓવરના અંતિમ બોલની જરૂર નહીં પડે. જો કે, એવું થયું ન હતું અને કાર્તિકને પવેલિયનનો રસ્તો પકડવો પડ્યો હતો. હવે આ વાત મુદ્દે દિનેશ કાર્તિકે આર.અશ્વિનનો આભાર માન્યો છે. તેણે કહ્યું છે કે, મને બચાવવા માટે ખૂબ ખૂબ આભાર.

જો ભારત આ મેચ હારી હોત તો દિનેશ કાર્તિક કરોડો ભારતીયોની આલોચનાનો શિકાર બનેત. કારણ કે મેચનું મહત્વ વધુ હતુ. ભારતીય ટીમની બીજી મેચ સિડનીમાં રમાશે. જેના માટે ટીમ સિડની પહોંચી ગઈ છે. BCCIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં દિનેશ કાર્તિક અશ્વિનને કહી રહ્યો છે કે મને બચાવવા માટે ધન્યવાદ.

મહત્વનું છે કે, આ પહેલાં ગયા વર્ષે જ્યારે T20 World Cupમાં પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હતી ત્યારે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીની આલોચના થઈ હતી. સોશિયલ મીડિયા પર તે ખુબ ટ્રોલ થયો હતો. જો કે, વિરાટ કોહલીએ તેનો બચાવ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments