Team Chabuk-Sports Desk: રાજકોટમાં સૂર્યકુમારે શ્રીલંકન બોલર્સના છગ્ગા છોડાવ્યા હતા. સામે ગમે તે બોલર્સ હોય સૂર્યા પોતાની લયમાં રમી રહ્યો હતો અને માત્ર 46 બોલ પર પોતાની સદી પુરી કરી હતી. સૂર્યાની બેટિંગના ક્રિકેટ લવર્સ ખૂબ વખાણ રહ્યા છે સાથે જ દાવો કરી રહ્યા છે કે, આ યુવા ખેલાડી ભારત માટે ચમકતો તારો છે.
શ્રીલંકા સામેની સિરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ સૂર્યાકુમાર યાદવ અને શુભમન ગિલે ભારતીય ટીમને સંભાળી હતી. જેની મદદથી ટીમ વિશાળ સ્કોર સુધી પહોંચી શકી હતી.
ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ રાજકોટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સપાટ પિચ પર બેટ્સમેનોને મદદ મળવાની આશાએ હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને આ નિર્ણય કર્યો હતો. જોકે ભારતે પ્રથમ ઓવરમાં જ તોફાની બેટ્સમેન ઈશાન કિશનની વિકેટ ગુમાવી હતી. બાદમાં રાહુલ ત્રિપાઠી અને તેના બાદ સૂર્યાએ ભારતીય ટીમનુ સ્કોરબોર્ડ ઝડપથી ફેરવવાની શરુઆત કરી હતી. સૂર્યાએ તોફાની સદી નોંધાવી હતી.
This is crazy hitting, he is just too good for this generation#INDvSL #SuryakumarYadav pic.twitter.com/22WBCkn5dc
— Syed Moheeb (@SyedMoheeb13) January 7, 2023
સૂર્યકુમાર યાદવે ઝડપથી પોતાના પચાસ રન પુરા કર્યા હતા. જે બાદ શાનદાર તોફાની રમતથી સદી પણ પૂર્ણ કરી હતી. સૂર્યા રમતો હતો ત્યારે જાણે કે મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ રહ્યો હતો. સૂર્યાએ 26 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. ત્યારબાદ 19 બોલ પર બીજી અર્ધસદી ફટકારી 45 બોલ પર સદી પુરી કરી હતી.
સુર્યકુમાર ભારતીય બેટિંગ ઈનીંગના અંત સુધી ક્રિઝ પર ઉભો રહ્યો હતો અને અણનમ 112 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે કુલ 9 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાની શાનદાર ઈનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ કઈ રહ્યા છે કે, કેટલાક શોટ્સ તો એવા છે જે સૂર્યા જ ફટકારી શકે !
3rd T20I hundred for Suryakumar Yadav from just 43 innings💥
— Prashant Umrao (@ippatel) January 7, 2023
What an inning by #SuryakumarYadav 100 in just 45 balls. pic.twitter.com/92LMpshGLv
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
