Homeદે ઘુમા કેIND vs SL: બીજી ટી-20માંથી સંજુ સેમસન બહાર, ભારતના આ સ્ટાર બોલરની...

IND vs SL: બીજી ટી-20માંથી સંજુ સેમસન બહાર, ભારતના આ સ્ટાર બોલરની થઈ શકે વાપસી, ભારત પાસે સિરીઝ જીતવાની તક

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે પુણેમાં રમાશે. ભારત પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે. આજની મેચ ભારત જીતશે તો સિરીઝ પણ જીતી જશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ 1-1થી બરાબરી કરવા મેદાને ઉતરશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર જીતેશ શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત સંજુ સેમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

vinayak

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારસુધીમાં એક કરતાં વધુ મેચોની 6 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે. 4માં ભારત અને એકમાં શ્રીલંકાનો વિજય થયો હતો. એક સિરીઝ ડ્રો થઈ હતી. શ્રીલંકાની ટીમ અત્યારસુધી ભારતને એકપણ સિરીઝમાં હરાવી શકી નથી. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સિરીઝ જીતશે. આવી સ્થિતિમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ બાકીની બંને મેચ જીતીને ભારતમાં પ્રથમ T20 સિરીઝ જીતીને રેકોર્ડ બનાવી શકે છે.

બંને દેશની વચ્ચે 27 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 18માં ભારત અને 8માં શ્રીલંકાને જીત મળી છે. એક મેચ અનિર્ણીત રહી. ભારતમાં ટી-20 મેચોની વાત કરીએ તો બંને ટીમ 15 વખત આમને-સામને થઈ. 12માં ભારત અને 2માં શ્રીલંકાને જીત મળી. એક મેચ અનિર્ણીત રહી હતી. ટીમની છેલ્લી ટી-20 જીત ભારત સામે 2016માં મળી હતી. શ્રીલંકા માટે સારી વાત એ છે કે જીત પુણેમાં જ મળી હતી. આ મેદાન પર બંને વચ્ચે 2 T20 મેચ રમાઈ છે. એકમાં શ્રીલંકા અને બીજી ભારતે જીતી હતી.

ભારતનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન બીજી T20Iમાં નહીં રમે. સેમસન પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેચ બાદ તેના પગમાં સોજો આવી ગયો હતો. સંજુ સોજોનું સ્કેન કરાવવા મુંબઈમાં જ રહ્યો અને ટીમ સાથે પુણે આવ્યો ન હતો.

સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ટી20 સિરીઝ ન રમવાની સલાહ આપી હતી. પસંદગી સમિતિએ તેને સિરીઝમાંથી બહાર કરી દીધો હતો વિદર્ભના જીતેશ શર્માનો ટીમમાં સમાવેશ કરાયો છે. સેમસનની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અથવા રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે.

vinayak

પ્રથમ ટી20માં પસંદગી માટે હાજર ન રહી શકનાર અર્શદીપ સિંહ, જે તે બીજી મેચમાં પસંદગી માટે હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીમારીને કારણે તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો. જો તે બીજી મેચ રમવા ઊતરે છે તો પ્રથમ ટી20માં ડેબ્યુ કરનાર શિવમ માવી અથવા ઉમરાન મલિકમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે.
પુણેમાં તાપમાન 19થી 31 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. વરસાદ નહીં પડે. મેચ દરમિયાન સાંજે 7થી 11 વાગ્યા સુધી ઠંડી વધશે. આ સમયે ઝાકળ પડી શકે છે. એવામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે.

ભારતની સંભવિત ટીમ
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ/અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

શ્રીલંકાની સંભવિત ટીમ
શ્રીલંકા: દસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસંકા, અવિષ્કા ફર્નાન્ડો, ભનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, વનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા અને મહિષ તીક્ષ્ણા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments