Team Chabuk-Tech Desk: દુનિયાની સૌથી મોંઘી કારની વાત કરીએ તો રોલ્સ રોયસની Rolls-Royce Boat Tail વિશ્વની સૌથી મોંઘી લક્ઝરી કાર છે. જેની કિંમત આશરે 206 કરોડ છે. આ ફોર સીટર કન્વર્ટિબલ લક્ઝરી કાર છે, જે 6 મીટર લાંબી ગ્રાન્ડ ટુરર કાર છે. જેમાં કેનોપી રૂફ સાથે પાછળના ભાગમાં ‘હોસ્ટિંગ સ્યુટ’ની સુવિધા ઉપલબ્ધ છે. શાનદાર લક્ઝરી ફીચર્સ ધરાવતી આ કાર મર્યાદિત યુનિટ્સ સાથે ઉપલબ્ધ છે. અત્યારે તેના માત્ર ત્રણ યુનિટ જ બન્યા છે. આ લક્ઝુરિયસ કારમાં સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત ઘડિયાળ નિર્માતા House of Bovetની ખાસ ઘડિયાળ પણ આપવામાં આવી છે.
હાલતુ ચાલતુ રેસ્ટોરન્ટ આ કાર
આ કારની બીજી ખાસિયત એ છે કે જો જરૂર પડે તો તેના પાછળના ભાગને પિકનિક ટેબલમાં પણ બદલી શકાય છે. જેમાં તમારી પાસે ડિનર સેટથી લઈને ખુરશી, શેમ્પેન ફ્રીઝર, કટલરી, ઓવન સુધીની અનેક લક્ઝરી સુવિધાઓ છે. જેનો તમે તમારી જરૂરિયાત અને સગવડતા અનુસાર ઉપયોગ કરી શકો છો.

રોલ્સ રોયસ બોટ ટેઈલ એન્જિન
આ લક્ઝરી કારમાં 6.7-L પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માત્ર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ તેના ડાઈમેંશન વિશે વાત કરીએ તો તેની લંબાઈ 19 ફૂટ, પહોળાઈ 6.7 ફૂટ અને ઊંચાઈ 5.2 ફૂટ છે.
જાણો કેટલી છે રોલ્સ રોયસ બોટ ટેલ કિંમત?
Rolls-Royce Boat Tail લક્ઝરી કારની કિંમત 20 મિલિયન પાઉન્ડ એટલે કે રૂપિયા 200 કરોડથી વધુ છે. જેનો અર્થ છે કે, ભારતમાં તમે આ કિંમતે સૌની મનપસંદ SUV કાર Toyota Fortunerના 400થી વધુ ટોપ મોડલ ખરીદી શકો છો. આ કાર જાતે જ જાણે એક ફરતો મહેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
