Homeદે ઘુમા કેNew Zealand vs Pakistan: ચોથી ટી-20માં પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડનો 9 વિકેટે વિજય,...

New Zealand vs Pakistan: ચોથી ટી-20માં પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડનો 9 વિકેટે વિજય, ફીન એલને ફટકાર્યા 6 ગગનચૂંબી છગ્ગા

Team Chabuk-Sports Desk: ચોથી ટી-20માં ન્યૂઝિલેન્ડે પાકિસ્તાને 9 વિકેટે હરાવ્યું. 131 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે માત્ર એક વિકેટ ગુમાવી 16.1 ઓવરમાં 131 રન બનાવી લીધા. ન્યૂઝિલેન્ડ તરફથી ફીન એલને શાનદાર અર્ધશદી ફટકારી. એલને 42 બોલ પર 6 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા જ્યારે કોનવેએ 46 બોલ પર 4 ચોગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન કેન વિલિયમ્સને 9 બોલ પર 9 રન બનાવી ટીમને જીત અપાવી.

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે બાદ પાકિસ્તાનના બેટર બેટથી ખાસ કઈ કરી ન શક્યા. રિઝવાન 16 રન, બાબર આઝમ 21 રન, મસૂદ 14 રન, ઈફ્તિખાર અહેમદ 27 રન અને આસીફ અલી 25 રન બનાવી આઉટ થયા. આમ 20 ઓવરના અંતે પાકિસ્તાની ટીમ 130 રન સુધી જ પહોંચી શકી હતી.

આ તરફ ન્યૂઝિલેન્ડના બોલર્સનું સારું પ્રદર્શન રહ્યું. ટીમ સાઉથીએ 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ઝડપી. સેન્ટનરે 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી. બ્રાસવેલે 4 ઓવરમાં માત્ર 11 રન આપી 2 વિકેટ ઝડપી. જ્યારે ઈશ સોઢીને 1 વિકેટ મળી. તો પાકિસ્તાનના શાબાદ ખાન જ માત્ર એક વિકેટ લઈ શક્યો.

Pakistan Playing XI: મહોમ્મદ રિઝવાન (W), બાબર આઝમ, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહનવાઝ દહાની

New Zealand Playing XI: ફીન એલન, ડેવોન કોન્વે, કેન વિલિયમ્સન, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેમ્પમેન, જેમિસ નીશમ, મીચેલ બ્રેસવેલ, મીચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટીમ સાઉથી, બ્લેર ટીકનર

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments