Team Chabuk-Entertainment Desk: ઓસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉ (લાસ્ટ ફિલ્મ શૉ )ના બાળ કલાકારનું નિધન થયું છે. 15 વર્ષના રાહુલ કોળીએ ફિલ્મના રિલીઝ પહેલાં જ અંતિમ શ્વાસ લેતા ગુજરાતી ફિલ્મજગત્માં સોપો પડી ગયો છે. રાહુલની ફિલ્મ RRR અને ધ કાશ્મીર ફાઈલ જેવી દિગ્ગજ ફિલ્મને ટક્કર આપી ઓસ્કારમાં નોમિનેટેડ થઈ છે.
‘છેલ્લો શો’માં રાહુલે ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેનાં કામનાં ખૂબ જ વખાણ થયાં. ફિલ્મમાં રાહુલ અને ભાવિન સિવાય ઋચા મીના, ભાવેશ શ્રીમલી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય પાત્ર ભજવ્યાં છે.
મળતી માહિતી મુજબ રાહુલ કોળીને લ્યુકેમિયા (બ્લડ કેન્સર) હતું. જેના કારણે તેની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું. મૂળ હાપામાં રહેતા રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવાનો શરૂ થયો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. રાહુલને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદમાં લવાયો હતો. ફિલ્મના શૂટિંગ બાદ તેના પરિવારને આ બીમારી વિશે જાણ થઈ હતી.
એક ખાનગી અખબાર સાથે વાત કરતાં રાહુલના પિતાએ કહ્યું હતું કે, ‘રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યાર બાદ તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. એ પછી તેને ત્રણ વખત લોહીની ઊલટી થઈ હતી, એ બાદ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ મોતથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે.
‘છેલ્લો શો’ ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પાન નલિનની સેમી ઓટોબાયોગ્રાફી છે. ફિલ્મ શૂટિંગ માર્ચ 2020માં પૂરું થયું હતું, જો કે, દેશભરમાં લોકડાઉન શરૂ થયું હતું. ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનનું કામ કોરોના મહામારી દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
‘છેલ્લો શો’ (લાસ્ટ ફિલ્મ શો) ફિલ્મમાં ગામના એક નાના બાળક સમયની વાત કરવામાં આવી છે. આ બાળકને ફિલ્મોથી ખૂબ જ લગાવ હોય છે. ગુજરાતના છલાલા ગામમાં બાળકો ફિલ્મ જોવા માટે પ્રોજેક્શન રૂમમાં એક સિનેમા પ્રોજેક્ટર ટેક્નિશિયનની મદદથી પહોંચે છે અને અનેક ફિલ્મ જુએ છે. ફિલ્મ જોઈને તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાય જાય છે. 14 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
