Homeગામનાં ચોરેપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફાયરિંગ થતાં ઈજાગ્રસ્ત, એક સમર્થકનું મોત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફાયરિંગ થતાં ઈજાગ્રસ્ત, એક સમર્થકનું મોત

Team Chabuk-International Desk: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન (Imran Khan) પર રેલી દરમિયાન ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન ખાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ કાઢી રહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ગુરૂવારે વજીરાબાદમાં રેલીમાં ફાયરીંગ થયું છે. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ ફાયરિંગ કરવાનું કારણ વિશે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન ગુરુવારે વજીરાબાદ વિસ્તારમાં માર્ચ કાઢી રહ્યા હતા. તે દરમિયાન ઇમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પગમાં ગોળી વાગવાથી ઇમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેમના મેનેજર સહિત 5 સમર્થકોને પણ ગોળી વાગી છે. ફાયરિંગ બાદ ઇમરાન ખાનના સમર્થક તેમને બુલેટ પ્રૂફ કારમાં ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ ઈમરાન ખાનની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનના એક સમર્થકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલ પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.

‘ડોન ન્યૂઝ’ અનુસાર, જે કન્ટેનર પર ઈમરાન રેલી કાઢી રહ્યા છે, તેની નજીકથી ફાયરિંગ થયું હતું. તે પંજાબના વજીરાબાદ વિસ્તારમાં આવે છે. ઈમરાને ગયા અઠવાડિયે શાહબાઝ શરીફ સરકારના રાજીનામા અને તાત્કાલિક સામાન્ય ચૂંટણીની માંગ સાથે લોંગ માર્ચ શરૂ કરી હતી. આ લોંગ માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ કારણોસર એક મહિલા પત્રકાર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments