Team Chabuk-Sports Desk: T20 World Cupમાં નો બોલ બાદ વધુ એક વિવાદ સર્જાયો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં કોહલીની ફિલ્ડિંગ મુદ્દે સોશિયલ મીડિયા પર બબાલ થઈ છે. બાંગ્લાદેશના સમર્થકો આને અમ્યાયરનું કૂણું વલણ ગણાવી રહ્યા છે તો ભારતીય સમર્થકો કહી રહ્યા છે કે, હાર બાદ બહાના કરવાનું બંધ કરો.
એડિલેન્ડમાં બુધવારે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી. ભારતે આ મહત્ત્વની મેચમાં 5 રને વિજય મેળવ્યો હતો. જો કે, હાર્યા બાદ બાંગ્લાદેશની ટીમ વિરાટ કોહલીની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવી રહી છે. બાંગ્લાદેશી વિકેટકીપર નુરુલ હસને કહ્યું- ‘કોહલીએ મેચ દરમિયાન ફેક ફિલ્ડિંગ કરી હતી.’ સાથે જ અપ્યાર પર પણ સવાલ ઉઠાવ્યા છે.

આરોપો ગંભીર છે કારણ કે જો અમ્પાયરે પેનલ્ટી લગાવી હોત તો બાંગ્લાદેશના ખાતામાં 5 રન ઉમેરાયા હોત. જો આમ થયું હોત તો ભારતે 5 રનથી જીતેલી મેચ ડ્રો થઈ હોત અને મેચમાં સુપર ઓવર આવી હોત.
દાવો છે કે, વરસાદ પહેલાં બાંગ્લાદેશ બેટિંગ કરી રહી હતી. લિટન દાસે 7મી ઓવરનો પહેલો બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગની દિશામાં રમ્યો હતો. જેને અર્શદીપે વિકેટ કીપર તરફ ફેંક્યો હતો. કોહલી પણ વચ્ચે જોવા મળ્યો હતો. તેની પાસે ન તો બોલ હતો કે ન તો થ્રો તેની તરફ ફેંકવામાં આવ્યો હતો. પરંતુ કોહલીએ નોન-સ્ટ્રાઈકર છેડે ફેંકવાની એક્ટિંગ કરી હતી.
ભારત સામેની હાર બાદ બાંગ્લાદેશના નુરુલ હસને કહ્યું, ‘ઓન-ફિલ્ડ અમ્પાયરોએ કોહલીની ફેક ફિલ્ડિંગની અવગણના કરી.’ નુરુલે કહ્યું- ‘જો તે નિર્ણય બાંગ્લાદેશના પક્ષમાં હોત તો સ્થિતિ અલગ હોત. જમીન ભીની હતી અને તેની અસર બધાએ જોઈ. મને લાગ્યું કે થ્રો નકલી હતો. જો તેને દંડ કરવામાં આવ્યો હોત તો મેચ અમારી તરફેણમાં હોત, પરંતુ એવું થયું નહીં.
શું છે નિયમ ?
આઈસીસીના નિયમ 41.5 હેઠળ, જો બોલ જાણીજોઈને બેટરનું ધ્યાન ભંગ કરે, છેતરે અથવા અવરોધે તો તેને ડેડ બોલ જાહેર કરી શકાય છે. ઉપરાંત, બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળી શકે છે.
બાંગ્લાદેશના ક્રિકેટ એક્સપર્ટે કહ્યું- ‘કોહલી ફેક ફિલ્ડિંગથી નજમુલ હુસૈન સેન્ટોનું ધ્યાન ભટકાવી રહ્યો હતો. નિયમ મુજબ ભારત પર 5 રનની પેનલ્ટી લગાવવી જોઈતી હતી. પરંતુ અમ્પાયરે કંઈ કર્યું નહીં.
Kohli was spotted distracting Shanto by “fake fielding.” As per the law, India was supposed to be given 5 runs penalty for such a shameful. But guess what? The on-field umpires didn’t even care to recheck and instantly denied taking any action. #cheating #T20WorldCup #INDvBAN pic.twitter.com/A5MPAIilE8
— Nazmus Sajid Chowdhury (@nazmussajid) November 2, 2022
તો હર્ષા ભોગલે કોહલીના બચાવમાં આવ્યા અને કહ્યું કે, અમારામાંથી કોઈએ ફેક ફિલ્ડિંગ જોઈ નથી. ફેક ફિલ્ડિંગ અને ભીના મેદાન પર હારનો દોષ ન દો. જો તમારો એક બેટર પિચ પર રહ્યો હોત તો પરિણામ અલગ હોત. તેમણે ટોણો મારતા લખ્યું- ‘જ્યારે આપણે હારનાં બહાનાં શોધીએ છીએ, ત્યારે આપણે આગળ વધી શકતા નથી.’
So, for my friends in Bangladesh, please don’t look at fake fielding or wet conditions as a reason for not reaching the target. If one of the batters had stayed till the end, Bangladesh could have won it. We are all guilty of it….when we search for excuses, we don’t grow.
— Harsha Bhogle (@bhogleharsha) November 3, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત