Team Chabuk-National Desk: બાળકને જન્મ આપવો તે દરેક મા માટે સોનેરી ક્ષણ હોય છે. ભલે તે બાળકને જન્મ આપનારી કોઈ મહિલા હોય કે પછી જાનવર. મા એ મા હોય. સોશિયલ મીડિયા પર માતાની મમતા અને સાથીઓના પ્રેમનો આવો જ એક લાગણીસભર વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું છે કે, અમારી આંખો સામે જન્મેલું બચ્ચું, કાલે સવારે અનાથ મેલિયાએ પોતાના પહેલાં બચ્ચાને જન્મ આપ્યો. અવિશ્વસનીય નજારો. વીડિયોમાં એક નવજાત મદનિયાને જોઈ શકાય છે. તેમજ આજુ-બાજુમાં હાથીનું ઝૂંડ છે. જે મદનિયા પાસે ટોળે વળ્યું છે. આ પૈકી એક મદનિયાની માતા છે. કહેવાયું છે કે, જ્યારે હાથણી મદનિયાને જન્મ આપી રહી હતી ત્યારે હાથીઓનું ટોળુ તેની મદદે આવી ગયું હતું.
Baby elephant born before our eyes. This was the moment yesterday morning, when ex orphan Melia gave birth to her first calf! Incredible scenes. Read the full story at https://t.co/OFnA4XlihR #elephantbirth pic.twitter.com/PBmjkl4oyf
— Sheldrick Wildlife Trust (@SheldrickTrust) October 30, 2022
મહત્વનું છે કે, શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ એવું છે જે અનાથ હાથીઓના બચાવ, પુનર્વાસ અને તેની મુક્તિનું કામ કરે છે. ટ્રસ્ટે આ મદનિયાનું નામ મિલો રાખ્યું છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂ મળી ચુક્યા છે. દાવો છે કે, હાથણી મદનિયાને જન્મ આપ્યા બાદ ઘબરાઈ ગઈ હતી એવામાં અન્ય હાથી આવ્યા અને તેને આ સ્થિતિ સંભાળવામાં મદદ કરી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત