Homeદે ઘુમા કેઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેઈલે ફટકારી સૌથી વધુ સિક્સર, બીજા નંબરે રોહિત...

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેઈલે ફટકારી સૌથી વધુ સિક્સર, બીજા નંબરે રોહિત શર્મા, જાણો ટોપ-5માં કોણ છે

Team Chabuk-Sports Desk: વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, ODI, T20)માં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે. વિન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 553 સિક્સર ફટકારી છે. તે સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સર મારનાર બેટ્સમેન છે. ગેઈલે આ આંકડો 551 ઈનિંગ્સમાં હાંસલ કર્યો છે. ક્રિસ ગેઈલ તમામ ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરે છે. ટી20માં ગેઈલના નામે અનેક રેકોર્ડ છે.

ભારતનો હિટમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. રોહિતે અત્યાર સુધી 449 ઇનિંગ્સમાં 511 સિક્સર ફટકારી છે. એટલે કે તે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાથી માત્ર 43 સિક્સર પાછળ છે. હિટમેન વનડે અને ટી 20 ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરે છે. રોહિત શર્માનું બેટ ચાલે ત્યારે સિક્સરનો વરસાદ થાય છે.

આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ત્રીજા નંબર પર છે. આફ્રિદીએ 508 ઇનિંગ્સમાં 476 સિક્સર ફટકારી છે.ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ અહીં ચોથા સ્થાને છે. મેક્કુલમે 474 ઇનિંગ્સમાં 398 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ટોપ-5માં વધુ એક કિવી બેટ્સમેન છે. માર્ટિન ગુપ્ટિલે અત્યાર સુધી 402 ઇનિંગ્સમાં 383 સિક્સર ફટકારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments