HomeવિશેષJio એ લોન્ચ કર્યા બે શાનદાર પ્લાન, જાણો યૂઝર્સને દરરોજ કેટલા GB...

Jio એ લોન્ચ કર્યા બે શાનદાર પ્લાન, જાણો યૂઝર્સને દરરોજ કેટલા GB ડેટા મળશે ?

Team Chabuk-Tech Desk: રિલાયન્સ જિયો 2 નવા રિચાર્જ પ્લાન સાથે આવ્યું છે. જિયોના બંને પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5 GB ડેટા મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગ અને SMS સહિત અન્ય લાભો પણ મળે છે. આ રિચાર્જ પ્લાન 30 અને 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. જો તમે એવા વ્યક્તિ છો કે જેને દરરોજ વધુ મોબાઈલ ડેટાની જરૂર હોય છે, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ છે. રિલાયન્સ જિયોએ તેના પોર્ટફોલિયોમાં બે નવા પ્લાન ઉમેર્યા છે. આમાં એક રૂ.899માં અને બીજી રૂ.349માં છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા જિયોએ ‘Jio ન્યૂ યર ઑફર’ હેઠળ નવા વર્ષના અવસર પર એક નવો પ્લાન લૉન્ચ કર્યો હતો.

349નો પ્લાન

Jioના 349 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી અને 75 GB ડેટા મળશે. એટલે કે કંપની તરફથી તમને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે, તમને અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS અને Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન મફતમાં મળશે.

899નો પ્લાન

Jioનો આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં, તમને દરરોજ 2.5 GB ડેટા અને 100 SMS અને અમર્યાદિત કૉલિંગનો લાભ મળે છે. આ સાથે જિયો સિનેમા, જિયો સિક્યુરિટી, જિયો ક્લાઉડ અને જિયો ટીવીનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ છે.

5G સ્પીડ મળશે કે નહી ?

આ બંને રિચાર્જ પ્લાનમાં તમે 5G ઇન્ટરનેટ સ્પીડનો આનંદ માણી શકશો. જો કે, તમે ત્યારે જ 5G ઇન્ટરનેટનો આનંદ માણી શકશો જ્યારે તમને Jioની વેલકમ ઑફર મળશે. આ સિવાય તમારો સ્માર્ટફોન 5G સપોર્ટેડ હોવો જોઈએ તેમજ તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments