Homeદે ઘુમા કેPele passaway: બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન, 3 વખત...

Pele passaway: બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન, 3 વખત વિશ્વકપ જીતનારા એકમાત્ર ખેલાડીની વિદાય

Team Chabuk-Sports Desk: બ્રાઝિલના સ્ટાર ફુટબોલર પેલેનું (pele) 82 વર્ષની વયે નિધન (death) થયું છે. આજ રોજ 30 ડિસેમ્બરના રોજ પેલેએ અંતિમ શ્વાસ લીધા છે. તેમની દીકરીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના મારફતે પેલેના નિધનની જાણકારી આપી છે. પેલેની ગણતરી વિશ્વના મહાન ફુટબોલરોમાં થાય છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને કોલન કેન્સર હતું.

પેલેની દીકરી નૈસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ પર પેલેના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, અમે જે કંઈ પણ છીએ, તે આપના કારણે છીએ. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. આપના આત્માને શાંતિ મળે. મહત્વનું છે કે વર્ષ 2021માં પેલેને ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું. ત્યારથી તેઓ કીમોથેરાપી લઈ રહ્યા હતા.

vinayak

થોડા દિવસ પહેલાં જ બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેએ આર્જેન્ટીનાના લિયોનેલ મેસ્સીને વિશ્વકપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે ફ્રાંસના કિલિયન એમ્બાપેને પણ ફાઈનલમાં હેટ્રિક ગોલ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

16 વર્ષે નેશનલ ટીમમાં સમાવેશ

ફુટબોલ ખેલાડી પેલેની કેરિયર ખૂબ જ નાની ઉંમરે શરૂ થઈ ગઈ હતી. પેલેએ 15 વર્ષની ઉંમરમાં સાંતોસ તરફથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. અને 16 વર્ષની ઉંમરમાં તેઓ બ્રાઝિલની નેશનલ ટીમમાં સામેલ થઈ ગયા હતા. તેઓ ત્રણ વખત ફુટબોલ વિશ્વકપ જીતનારી ટીમમાં સામેલ રહેનારા એકમાત્ર ખેલાડી છે. તેઓએ તેમની કેરિયર દરમિયાન 1279 ગોલ કર્યા. 6 બ્રાઝિલિયન લિગ ટાઈટલ જીતનારી ટીમમાં રહ્યા. ફીફા પ્લેયર ઓફ ધ સેન્ચુરીનો પુરસ્કાર પણ જીત્યો. બે વખત કોપા લિબર્ટાડોરેસ પુરસ્કાર જીત્યો.

પેલેનું સાચું નામ એડસન અરાંતેસ ડો નૈસિમેન્ટો હતું. પરંતુ તેઓ પેલેના નામથી જાણીતા હતા. તેઓનો જન્મ 23 ઓક્ટોબર 1940ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાકોએસમાં થયો હતો. ફીફા દ્વારા તેઓને ધ ગ્રેટેસ્ટનું ટાઈટલ પણ મળ્યું હતું. પેલેએ ત્રણ વખત લગ્ન કર્યા. જેનાથી તેઓને સાત બાળકો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments