Team Chabuk-Sports Desk: ભારતીય ટીમનો વિકેટકીપર ખેલાડી ઋષભ પંત અકસ્માત બાદ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે પરંતુ પગમાં સોજાના કારણે તેને પીડા થઈ રહી છે. શુક્રવારે પંત પોતાના હોમટાઉન રુડકી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમા પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, સારી વાત એ છે કે, તેના માથા અને કરોડ રજ્જુનો MIR રિપોર્ટ નોર્મલ આવ્યો છે.
અકસ્માત બાદ સમગ્ર દેશ પંત માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ તમામ વાતો વચ્ચે આજે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી જે તસવીર સામે આવી છે તે ફેન્સને રાહત અપાવનારી છે. ખાનપુરના ધારાસભ્ય અને પંતના પારિવારિક મિત્ર ઉમેશ શર્મા જ્યારે પંતના ખબરઅંતર પૂછવા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તેમણે એક ફોટો પોસ્ટ કર્યો. આ ફોટોમાં પંતનો સમગ્ર પરિવાર છે. માતા અને બહેન ઉપરાંત ક્રિકેટર નીતિશ રાણા પણ ત્યા હાજર છે. આ ફોટોને જોઈને લાગી રહ્યું છે કે, પંતની હાલત હવે એકદમ સ્થિર છે.

પંતના પરિવારમાં તેની માતા સરોજ અને બહેન સાક્ષી પંત છે. બહેન દુર્ઘટના વખતે લંડનમાં હતી. જો કે, દુર્ઘટના અંગે જાણ થતાં તે ભારત પરત ફરી છે. પંતના પિતા રાજેન્દ્ર પંતનો 2017માં સ્વર્ગવાસ થયો છે. પંતના ક્રિકેટર બનવા પાછળ તેની માતાનો મહત્વનો ફાળો છે. પંત 12 વર્ષનો હતો ત્યારે મા સાથે તે તારક સિન્હાની એકેડમીમાં પ્રેક્ટીસ માટે જતો.
25 વર્ષીય પંત મર્સિડીઝ કાર જાતે જ ચલાવીને રુડકી જઈ રહી હતો. જેથી માને સરપ્રાઈઝ આપી શકે. જો કે, દુર્ઘટનાના કારણે તેની આ ઈચ્છા પૂરી ન થઈ શકે. હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું કે, પંતનો અકસ્માત શુક્રવારે સવારે 5 વાગ્યેને 22 મિનિટે થયો હતો.

શનિવારે દિલ્લી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ડાયરેક્ટર શ્યામ શર્મા પંતને મળવા પહોંચ્યા હતા. શ્યામ શર્માએ કહ્યું કે, પંતને હાલ એરલિફ્ટ કરવાની જરૂર નથી. તેને હાલ દિલ્લી પણ શિફ્ટ નહીં કરવામાં આવે. શ્યામ શર્માએ કહ્યું કે, પંતને ક્યાય પણ શિફ્ટ કરવાનો નિર્ણય બીસીસીઆઈ કરશે. પંતને થોડો દુખાવો છે પરંતુ તે સ્મીત કરી રહ્યો છે. BCCI તમામ ડોક્ટર્સના સંપર્કમાં છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત