Team Chabuk-Sports Desk: વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 16 રન ફટકારતાની સાથે જ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, આ પહેલા આ રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો. આ અવસર પર ICCએ 2012 થી અત્યાર સુધીની તેમની સફરનો એક સુંદર વીડિયો શેર કરીને તેમનું સન્માન કર્યું.
ભારતે બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે વિપક્ષી ટીમને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદીની ઇનિંગ્સ સૌથી મહત્વની હતી. આ મેચમાં વિરાટે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી.
T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
વિરાટ કોહલી, 1017* રન, ભારત
1016 રન, મહેલા જયવર્દને, શ્રીલંકા
965 રન, ક્રિસ ગેઈલ, વેસ્ટ ઈન્ડિઝ
921 રન, રોહિત શર્મા, ભારત
897 રન, તિલકરત્ને દિલશાન, શ્રીલંકા
781 રન, ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત