Homeદે ઘુમા કેIND vs SL: ભારત શ્રીલંકા સામે 26 ટી-20 મેચ રમ્યું છે,...

IND vs SL: ભારત શ્રીલંકા સામે 26 ટી-20 મેચ રમ્યું છે, કોનું પલડું રહ્યું છે ભારે ? આ રહ્યા આંકડા

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશને ટેસ્ટ સીરીઝ હરાવ્યા બાદ હવે ભારતીય ટીમની નજર શ્રીલંકાને ટી-20 અને વન ડે સીરીઝ હરાવવા પર છે. બન્ને ટીમો વચ્ચે આગામી 3 જાન્યુઆરીથી ત્રણ ટી20 અને બાદમાં ત્રણ વનડે મેચ રમાશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ જીત સાથે શરૂઆત કરવા કમર કસી લીધી છે.

ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 17 મેચોમાં જીત મેળવી છે જ્યારે 8 મેચ શ્રીલંકા જીત્યું છે. બન્ને વચ્ચે એક મેચ ડ્રો થઈ હતી. 2022માં રમાયેલી એશિયા કપમાં શ્રીલંકાએ ભારતીય ટીમને સુપર-4 માં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ હતુ.

vinayak

ટી20 સીરીઝ માટે હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરશે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવાયો છે. વનડે સીરીઝ માટે રોહિત શર્માને સુકાની પદ અપાયું છે.
શ્રીલંકન ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરશે, આ સીરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરીએ મુંબઇમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી મેચ અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

આ પછી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પણ રમશે. જેની પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકત્તામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

ભારતીય ટીમ ટી-20 સીરીઝ માટે
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments