Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતના (Rishabh Pant) કાર અકસ્માતમાં એક મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ખુદ રિષભ પંતે કર્યો છે. અકસ્માત બાદ રિષભ પંતને રુરકીના સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પંતને જણાવ્યું હતું કે ઉંઘ આવી જવાથી કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી.
રુરકી બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં રિષભ પંતને મળવા માટે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની (ડીડીસીએ) એક ટીમ પહોંચી હતી. આ દરમિયાન રિષભ પંતે ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માને મળીને એક નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ આ અંગેની જાણકારી આપી છે.

શ્યામ શર્મા જ્યારે રિષભ પંતના ખબર-અંતર પુછવા માટે પંતને મળ્યા ત્યારે આ કાર અકસ્માત કેમ થયો તેના વિશે ખુલાસો કર્યો હતો. પંતે શ્યામ શર્માને જણાવ્યું હતું કે, રસ્તા પર ખાડો આવ્યો હતો જે ખાડો બચાવવા જતાં આ અકસ્માત થયો હતો. શ્યામ શર્માએ પણ જણાવ્યું કે, રાતનો સમય હતો અને ખાડો આવી જતાં તેને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત સર્જાયો છે.
શ્યામ શર્માએ જણાવ્યું કે, રિષભ પંતને હાલ એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ રિષભ પંતને દિલ્હી શિફ્ટ કરવામાં નહીં આવે. લિગામેન્ટની સારવાર માટે કદાચ રિષભ પંતને લંડન લઈ જવાની જરૂર પડશે તો તે અંગેનો નિર્ણય બીસીસીઆઈ લેશે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો