Homeદે ઘુમા કેમહિલા ટી20 વિશ્વ કપની ફાઈનલ, યજમાન આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

મહિલા ટી20 વિશ્વ કપની ફાઈનલ, યજમાન આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

Team Chabuk-Sports Desk: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની આજે ફાઈનલ મેચ છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ખિતાબી જંગ માટે મેદાને ઉતરશે. એક તરફ ગત વર્ષની ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા અને બીજી તરફ એક પણ વાર કોઇ આઇસીસી ટ્રૉફી ન જીતી શકનારી સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ વચ્ચે જંગ જામશે. જો યજમાન સાઉથ આફ્રિકા આ મેચ જીતશે તો તેમના માટે આ દિવસ ઐતિહાસિક બની જશે. કારણ કે, મહિલા ઉપરાંત પુરુષ ટીમ પણ કોઈ ટ્રોફી જીતી નથી શકી.

મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાને મ્હાત આપી ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 5 રનથી હરાવ્યુ હતુ. બીજી તરફ ઈંગ્લેન્ડને હરાવીને દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લિશ મહિલા ટીમને 6 રનથી હાર આપી હતી. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ ટૂર્નામેન્ટમાં એક જ ગૃપમાં હતી, અને અહીં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરી ચૂકી છે. આ વખતે સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવવાનો ભરપૂર પ્રયાસ કરશે.

સાઉથ આફ્રિકન ટીમે છેલ્લી 12 મેચોમાં સારી પ્રગતિ કરી છે, અને આનો દારોમદાર આજે પણ પોતાની ઓપનિંગ જોડી પર રહેશે, સાઉથ આફ્રિકન ટીમમાં લૌરા વૂલફાર્ટ અને તાજમિન બ્રિટ્સ સારી બેટિંગ કરીને ટીમને સારી શરૂઆત અપાવે છે, અને આ કારણે આફ્રિકન ટીમ મોટો સ્કૉર ઉભો કરવામાં સફળ રહે છે. બ્રિટ્સ સેમિ ફાઇનલ મેચની પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂકી છે, બ્રિટ્સ ભાલા ફેંકમાં પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પીયન છે, પરંતુ 2012માં કાર દૂર્ઘટનાના કારણે તેનું ઓલિમ્પિક રમવાનું સપનુ તુટી ગયુ હતુ. હવે આજે ફાઇનલમાં ક્રિકેટમાં કંઇક મોટુ કરીને દેશને પહેલો આઇસીસી ખિતાબ અપાવી શકે છે.

આજે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ટક્કર સાંજે 6.30 વાગ્યાથી સાઉથ આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમ સામે થવાની છે, આ મેચ કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments