Team Chabuk-Sports Desk: ભારતે મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે જીત નોંધાવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમને 3 વિકેટથી હરાવ્યું છે. ભારતે ચોથી વખત બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે છે. તેને 58.93 માર્ક્સ છે. ઓસ્ટ્રેલિયા 76.92% માર્ક્સ સાથે પ્રથમ ક્રમે છે.
ચોથા દિવસે રવિવારના પ્રથમ સેશનમાં ભારતીય ટીમે શ્રેયસ-અશ્વિનની અડધી સદીની પાર્ટનરશીપથી 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધુ હતું. બંનેએ 8મી વિકેટ માટે અણનમ 71 રન બનાવ્યા હતા. અક્ષરે 34 અને આર. અશ્વિને મહત્વના 42 રનનું યોગદાન આપ્યુ હતું. આમ, ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર અશ્વિન મેચ વિનર સાબિત થયો.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏👏#TeamIndia | #BANvIND pic.twitter.com/NFte0lKgbg
— BCCI (@BCCI) December 25, 2022
અક્ષર પટેલ 34 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેહદી હસન મિરાજે બોલ્ડ કર્યો હતો. તેને આ ઇનિંગની 5મી વિકેટ મળી હતી. મેહદીએ રિષભ પંત (9 રન), પૂજારા, ગિલ અને કોહલીને આઉટ કર્યો હતો.જયદેવ ઉનડકટ 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં વિરાટ કોહલી 22 બોલ પર 1 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતને જીતવા માટે 67 રનની જરૂર છે. ત્યારે બાંગ્લાદેશને ત્રણ વિકેટની જરૂર હતી. બાંગ્લાદેશે બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 314 અને બાંગ્લાદેશે 227 રન બનાવ્યા હતા.
For his crucial match-winning 42* in the second innings and valuable all-round effort in the second #BANvIND Test, @ashwinravi99 is named the Player of the Match as India win by 3 wickets 👏👏
— BCCI (@BCCI) December 25, 2022
Scorecard – https://t.co/CrrjGfXPgL pic.twitter.com/cDH48bO2tR
શનિવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં 231 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ લિટન દાસના 73 અને ઝાકિર હસનના 51 રન હતા. વિકેટકીપર નુરુલ હસન અને તસ્કીન અહેમદે 31-31 રન બનાવ્યા હતા. તો ભારત તરફથી અક્ષર પટેલે 3 અને રવિચન્દ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 2-2 વિટેટ લીધી હતી. ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ ઝડપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત