Homeદે ઘુમા કેIND vs BAN: પંતની શાનદાર ઈનિંગનો અંત, માત્ર 7 રન માટે ચૂક્યો...

IND vs BAN: પંતની શાનદાર ઈનિંગનો અંત, માત્ર 7 રન માટે ચૂક્યો સદી !

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને જીત મળી હતી. હાલમાં મિરપુર ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે અને બીજા દિવસ શરૂ થયો છે. જેમાં પંત અને શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યુ. જો કે, ઋષભ પંત માત્ર 7 રન માટે સદી ચુકી ગયો છે.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ પંત અને અય્યરે મોરચો સંભાળ્યો હતો અને ટીમને સારી સ્થિતિમાં લાવ્યા હતા. ટી બ્રેક બાદ પંતને સદીમાં માત્ર થોડા રન જ ખુટતા હતા. જો કે, મહેંદી હસન મિરાઝના બોલ પર પંત વિકેટ કિપરને કેચ આપી બેઠો હતો. આમ પંતને નિરાશ થઈને 93 રને પવેલિયનમાં પરત ફરવું પડ્યું હતું.

ઋષભ પંતે ક્રિઝ પર આવતાની સાથે જ આક્રમક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે શરૂઆતથી જ બાંગ્લાદેશના બોલર્સ પર હાવી થઈ ગયો અને 50 રન પુરા કર્યા. ત્યારબાદ તેની ઈનિંગ આગળ વધી અને 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 93 રન બનાવી આઉટ થયો. પંતના આઉટ થયા બાદ અક્ષર પટેલ પણ સાકિબ અલ હસનના બોલ પર શાંતોને કેચ આપી બેઠો હતો. તે 11 બોલ પર 4 રન બનાવી પરત ફર્યો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments