Homeદે ઘુમા કેIND vs SA: દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને સતાવી રહ્યો છે આ...

IND vs SA: દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને સતાવી રહ્યો છે આ બોલરનો ડર ! આ રણનીતિ સાથે ઉતરશે મેદાને

Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. 3 મેચની સિરીઝની પહેલી મેચ કેરેલાના તિરુવનંતપુરમમાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વિશ્વકપ પહેલાં બંને ટીમ માટે આ સિરીઝ મહત્વની માનવામાં આવી રહી છે. સિરીઝની શરૂઆત પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન તેમ્બા બાવુમાએ ટીમની તૈયારીઓ વિશે વાત કહી.

ભારતીય ટીમે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 2-1થી પોતાના નામે કર્યું. હવે ભારતીય ટીમની નજર દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ જીતવા પર છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા પણ ભારતીય ટીમને ટક્કર આપવા સજ્જ છે. જો કે, સિરીઝ શરૂ થતાં દક્ષિણ આફ્રિકાની ટીમમને ભારતીય ક્રિકેટરના એક બોલરનો ડર સતાવી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટને કહ્યું કે, ભારતની પીચ પર સ્વિંગ બોલિંગનો સામનો કરવો તેમના માટે મુશ્કેલ બનશે. તેણે કહ્યું કે, ભારતમાં નવા બોલ સાથે ભારતીય બોલરનો સામનો કરવો અઘરું છે. તેઓ બોલને વધુ સ્વિંગ કરાવે છે. અમે દક્ષિણ આફ્રિકામાં જે પરિસ્થિતિના આદી છીએ ત્યાં બોલ આટલો સ્વિંગ નથી થતો. અમારી કોશિશ શરૂઆતમાં ઓછામાં ઓછી વિકેટ ગુમાવવાની રહેશે. સાથે જ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ પણ કરીશું. જો કે, બુમરાહ જેવા બોલર નવા બોલથી હંમેશા આકરો પડકાર આપશે.

બાવુમાએ કહ્યું કે, જ્યારે છેલ્લીવાર અમે અહીં આવ્યા હતા તો અમે મુશ્કેલ પડકારોનો સામનો કર્યો હતો. તેનો સારો જવાબ આપ્યો હતો. અમે આશા રાખીએ છીએ કે આ એક સારી સિરીઝ રહેશે. વિશ્વ કપ પહેલા આ છેલ્લી સિરીઝ છે. એવામાં અમે ટીમની ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરીશું. અમે ભારત વિરૂદ્ધ ખુલીને રમીશુ અને સારામાં સારું પ્રદર્શન કરવાની કોશિશ કરીશું.

મહત્વનું છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. પહેલો મુકાબલો તિરુવનંતપુરમમાં રમાશે. બીજો મુકાબલો 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં  અને ત્રીજો મુકાબલો 4 ઓક્ટોબરે ઈંદોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. દરેક મેચ સાંજે 7 વાગ્યે ચાલુ થશે. આ વર્ષે દક્ષિણ આફ્રિકા પહેલાં પણ 5 મેચની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરી ચુકી છે. જે સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. આ સિરીઝમાં આશા છે કે, પરિણામ આવશે. હાલ બંને ટીમને સિરીઝ માટે એક સરખી દાવેદાર માનવામાં આવી રહી છે. જેટલી મજબૂત ભારતીય ટીમ છે તેટલી જ મજબૂત દક્ષિણ આફ્રિકાની ટીમ પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments