Homeદે ઘુમા કેT20 World Cup 2022: સેમીફાઈનલમાં પણ પહોંચવાની આશા ખોઈ બેસેલી PAK...

T20 World Cup 2022: સેમીફાઈનલમાં પણ પહોંચવાની આશા ખોઈ બેસેલી PAK ફાઈનલમાં પહોંચી ગઈ !

Team Chabuk-Sports Desk: પાકિસ્તાને સિડનીથી ડાયરેક્ટ મેલબોર્નની ટિકિટ કપાવી છે ! T20 World Cupની ફાઈનલ મેચ રમવા માટે પાકિસ્તાનની ટીમ તૈયાર છે. સેમીફાઈનલમાં સિડનીના મેદાન પર ન્યૂઝિલેન્ડને 7 વિકેટે હરાવી પાકિસ્તાને ફાઈનલનો રસ્તો પકડ્યો છે. હવે ફાઈનલમાં ટીમ પાકિસ્તાન ભારત અથવા ઈંગ્લેન્ડ સાથે ટકરાશે.

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે T20 World Cupની પ્રથમ સેમિફાઈનલ મુકાબલો સિડની ગ્રાઉન્ડમાં રમાઈ. ન્યૂઝિલેન્ડ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડ 152 રન બનાવ્યા હતા. જેને પાકિસ્તાને 19.2 ઓવરમાં લક્ષ્‍યાક પાર પાડ્યો છે જેના પગલે ફાઈનલમાં પ્રેવશ મેળવી લીધો છે. 10 નવેમ્બરે (આવતીકાલે ) ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાશે જેમાંથી જે ટીમ જીતશે તે પાકિસ્તાન સામે ફાઈનલ રમશે.

ન્યૂઝીલેન્ડે આપેલા 153 રનના ટાર્ગેટની પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઓપનિંગ જોડીએ તાબડતોબ શરૂઆત કરી હતી પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. બાબર અને રિઝવાન બંનેએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી.

પાકિસ્તાન તરફથી સૌથી વધુ 57 રન મોહમ્મદ રિઝવાને ફટકાર્યા. તેણે 43 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 42 બોલ પર 7 ચોગ્ગાની મદદથી 53 રન અને મોહમ્મદ હારિસે 26 બોલ પર 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રનનું યોગદાન આપ્યું. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે 2 અને સેન્ટનરે 1 વિકેટ ઝડપી.

ન્યૂઝિલેન્ડની પ્લેઈંગ 11
ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમ્સન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.

પાકિસ્તાનની પ્લેઈંગ 11
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments