Homeતાપણુંભાજપમાં જોડાયા બાદ ભગા બારડે કહ્યું, "અમે મૂળ કોંગ્રેસી નથી. "ગીર સોમનાથ,...

ભાજપમાં જોડાયા બાદ ભગા બારડે કહ્યું, “અમે મૂળ કોંગ્રેસી નથી. “ગીર સોમનાથ, જૂનાગઢની તમામ 9 સીટ ભાજપને અપાવીશ”

Team Chabuk-Gujarat Desk: આજે વિધિવત રીતે ભગા બારડે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને હુંકાર કર્યો છે કે, પાર્ટી જે કામ સોંપશે તે નિષ્ઠાપૂર્વક કામ કરીશ. એટલું જ નહીં તેમણે દાવો કર્યો કે, “ગીર સોમનાથ અને જૂનાગઢની તમામ 9 બેઠકો ભાજપને અપાવીશ. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે.”

તેમણે કહ્યું કે, “દેશના નામી દ્રષ્ટીથી વિઝન સાથે કામ કરનારા પ્રામાણિક વ્યક્તિ આ દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં કામ કરવા સેંકડો આગેવાનો કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. બહું વિચારો કર્યા બાદ હું કોઈની ટીકા ટિપ્પણી કરવા માગતો નથી કારણ કે હું વિકાસની રાજનીતિમાં કામ કરવા વાળો માણસ છું. મારા પિતા દાના ભાઈ વિસ્તારના સેવાકીય કામ કરવા, વિસ્તારના ખેડૂતો માટે સિદ્ધાંત સાથે કામ કરતા-કરતા શહિદ થયા હતા. એ પરિવારમાંથી હું આવું છું. મારા પિતા જનતાપક્ષમાં કામ કર્યું છે. અમે મૂળ કોંગ્રેસી નથી. ના છૂટકે અમે કોંગ્રેસમાં સામેલ થયા હતા.”

ભગા બારડે કહ્યું કે, “ઘણા ચડાણ ઉતાર જોયા છે. અમે મહત્વાંકાક્ષા લઈને જતા નથી. વિકાસની રાતનીતિમાં જોડાયો છે. વિકાસની યાત્રામાં સૈનિક તરીકે જોડાયો છે. પાર્ટી જે કામ સોંપશે તે કામ નિષ્ઠાપૂર્વક કરીશ. પાર્ટીને લાંછન લાગવા નહીં દઉ. અમારા પરિવારની ઓળખ છે. હું આહિર સમાજમાંથી આવું છું. અમારી સાથે આખા ગુજરાતનો આહિર સમાજ જોડાયેલો છે.”

બાદલપરામાં 3 હજારની સંખ્યામાં હાજર હતા. મે તમામ આગેવાનોને પૂછીને નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે, વિકાસની રાજનીતિમાં તમારે જોડાવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામમાં નિમિત બનવા આવ્યો છું. તેમણે કહ્યું કે, પાર્ટી જે આદેશ કરશે તે કામ કરીશું. સાથે જ કહ્યું કે, “માત્ર તાલાળા બેઠક નહીં પરંતુ ગીર સોમનાથ અને જૂનાગઢની તમામ 9 બેઠકો ભાજપને અપાવીશ.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments