Homeદે ઘુમા કેT20 World Cup IND vs PAK: મેલબોર્નમાં પાકિસ્તાન કચડાયું ! ‘વિરાટ’ ઈનિંગ,...

T20 World Cup IND vs PAK: મેલબોર્નમાં પાકિસ્તાન કચડાયું ! ‘વિરાટ’ ઈનિંગ, અદભૂત, અકલ્પનીય અને અવિસ્મરણીય જીત

Team Chabuk-Sports Desk: રોમાંચક મુકાબલામાં આખરે ભારતે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના હાથમાં આવેલી જીત ઝૂંટવી લીધી. વિરાટ કોહલીએ 53 બોલ પર શાનદાર અને યાદગાર 82 રનની ઈનિંગ રમી જ્યારે હાર્દિક પંડ્યાએ 40 રનનું યોગદાન આપ્યું. એક સમયે ભારત માટે જીત અશક્ય લાગી રહી હતી જો કે, મેદાન પર વિરાટનું બેટ બોલ્યું અને અશક્યને શક્ય કરી બતાવ્યું.

ભારતે લક્ષ્યનો પીછો કરતી વખતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં વિરાટ મેદાન પર શાંત રહ્યો અને ધીમે ધીમે રન બનાવતો રહ્યો હાર્દિક પંડ્યાએ તેને સાથ આપ્યો અને હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ કિંગ કોહલીએ ગિયર બદલ્યો અને એકલા હાથે ભારતે જીત અપાવી.

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 20મી ઓવરમાં છેલ્લા બોલ પર 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 52 રન શાન મસૂદે ફટકાર્યા જ્યારે ઈફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા હતા. જો કે, બંને ખેલાડીના અર્ધશતક પર
કોહલીએ પાણી ફેરવી દીધુ !

અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. જ્યારે શમી અને ભૂવનેશ્વરને 1-1 વિકેટ મળી હતી.



ભારતની પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), અક્ષર પટેલ, ભૂવનેશ્વર કમાર, આર.અશ્વિન, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

પાકિસ્તાનની પ્લેઈંગ-11
મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન ), હૈદર અલી, મોહમ્મદ નવાઝ, ઈફ્તિખાર અહમદ, શાન મસૂદ, આસિફ અલી, શાદાબ ખાન, શાહીન શાહ આફરીદી, નસીમ શાહ, હારિસ રઉફ

મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ICC ટી-20 રેંકિંગમાં પ્રથમ નંબર પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાન પર છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે. જેમાં 8 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments