Homeદે ઘુમા કેT20 World Cup IND vs PAK: નવાઝના 1 બોલ પર 11...

T20 World Cup IND vs PAK: નવાઝના 1 બોલ પર 11 રન ! કોહલી બોલ્ડ થયો છતા 3 રન મળ્યા, જુઓ છેલ્લી રોમાંચક ઓવરનો વીડિયો

Team Chabuk-Sports Desk: પાકિસ્તાન સામે ભારતની આ ઐતિહાસિક જીત ક્યારેય નહીં ભૂલાય. ન તો ભારતીય ક્રિકેટપ્રેમીઓ આ જીતને ભૂલશે ન તો પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ. બંને ટીમ વચ્ચે છેલ્લા બોલ સુધી જોરદાર ટક્કર થઈ. મેચમાં ક્યારેક ભારતનું પલડું ભારે થતું હતું તો ક્યારેક લાગી રહ્યું હતું કે જીત પાકિસ્તાનની થશે. છેલ્લી ઓવરમાં તો સૌથી વધુ ડ્રામા સર્જાયો અને એક બોલ પર આખી મેચ પલટાઈ ગઈ.

છેલ્લી ઓવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે અને ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન તરફથી છેલ્લી ઓવર માટે બોલ મહમદ નવાઝને આપવામાં આવ્યો હતો. આ ઓવરમાં ભારતીય ટીમને જીત માટે 16 રનની જરૂર હતી. સામે હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) હતો. નવાઝના પહેલા બોલ પર જ હાર્દિક કેચ આઉટ થયો અને ક્રિઝ પર કાર્તિક આવ્યો. કાર્તિકે પ્રથમ બોલ પર બાઉન્ડ્રી ફટકારવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યો અને ભારતના ખાતામાં એક જ રન આવ્યો. ત્યારબાદ ( Virat Kohli ) વિરાટ કોહલીએ શોટ ફટકાર્યો અને 2 રન આવ્યા. અહીં સુધી લાગી રહ્યું હતું કે, ભારત કદાચ જીતનો સ્વાદ નહીં ચાખી શકે. જો કે, ત્યારબાદના બોલ પર મેચની પરિસ્થિત જ બદલાઈ ગઈ.

નવાઝે નો બોલ ફેંક્યો અને ( Virat Kohli ) કોહલીએ સિક્સ ફટકારી. આમ નો બોલમાં ભારતના ખાતમાં 7 રન જોડાઈ ગયા. હવે ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી. ( Virat Kohli ) વિરાટ કોહલી ફ્રીહીટમાં બોલ્ડ થયો હતો પણ ક્રિકેટના નિયમ પ્રમાણે બેટ્સમેન ફ્રી હીટ પર રન લઈ શકે છે, જ્યાં સુધી બોલને ડેડ ના કહેવામાં આવે. ( Virat Kohli ) વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે ત્રણ રન દોડીને લીધા હતા. ( Virat Kohli ) વિરાટ કોહલીએ આ ત્રણ રન માત્ર 9.36 સેકન્ડમાં દોડીને લીધા હતા. અંતિમ બોલ પર (Ravichandran Aswin) આર અશ્વિને એક રન લઇને ભારતને શાનદાર જીત અપાવી હતી.

મેચ બાદ ગ્રાઉન્ડમાં થેયલી ( Hardik Pandya ) હાર્દિક સાથેનની વાતચીત અંગે કોહલીએ ખુલાસો કર્યો હતો. ( Virat Kohli ) વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ( Hardik Pandya ) હાર્દિકે મને કહ્યું હતું કે ખુદ પર ભરોસો રાખ. મારી પાસે કોઈ શબ્દો નથી, ખબર નથી કે જીત કેવી રીતે થઇ. મારી પાસે ખરેખર શબ્દો નથી. ( Hardik Pandya ) હાર્દિકે કહ્યું હતું કે જો અંત સુધી ટકીશું, તો આપણે કરી બતાવીશું. શાહીન જ્યારે પેવેલિયન એન્ડથી આવ્યો, ત્યારે જ અમે નક્કી કર્યું કે ઝડપથી રન બનાવવા છે. બાદમાં મેં 2 સિક્સર ફટકારી, તો પકડ મજબૂત બની. મોહમ્મદ નવાઝની એક ઓવર બાકી હતી તો અમને વિશ્વાસ હતો કે અમે મેચ જીતી લઇશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments