Homeદે ઘુમા કેT20 Worl Cup 2022: સિડનીમાં ભારતીય ટીમને ગરમ ભોજન ન મળ્યું...

T20 Worl Cup 2022: સિડનીમાં ભારતીય ટીમને ગરમ ભોજન ન મળ્યું તો ફ્રૂટ ખાધુ, આ કારણે પ્રેક્ટીસમાં પણ જવાની પાડી ચોખ્ખી ના

Team Chabuk-Sports Desk: T20 World Cupમાં ભારત એક મેચ જીતી ગયું છે. બીજી મેટ માટે ટીમ સિડની પહોંચી ગઈ છે. બીજી મેચમાં (Team India ) ભારતીય ટીમ નેધરલેન્ડ સામે ટકરાશે. જો કે, આ પહેલાં (Team India ) ભારતીય ટીમને થોડી અગવડો પડી રહી છે. જેનાથી ખેલાડીઓ રોષે ભરાયા છે.

અહેવાલો વહેતા થયા છે કે, સિડનીમાં (Team India ) ભારતીય ટીમને ભોજન માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, “(Team India ) ભારતીય ટીમને જે ફૂડ આપવામાં આવ્યું હતું તે સારું નહોતું. ત્યાં માત્ર સેન્ડવીચ આપવામાં આવી રહી હતી. પ્રેક્ટિસ સેશન પછી આપવામાં આવેલો ખોરાક પણ ઠંડો હતો. આવી સ્થિતિમાં (Team India ) ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ ફ્રૂટ અને ટર્કિશ ડિશ ખાઈને કામ ચલાવ્યું.

જો કે હવે આઈસીસીને આ અંગે જાણ કરવામાં આવી છે. T20 World Cup 2022 દરમિયાન ICCના શીરે ખેલાડીઓ અને સ્ટાફના ભોજનની વ્યવસ્થાની જવાબદારી છે. જ્યારે દ્વિપક્ષીય શ્રેણીમાં યજમાન દેશના ક્રિકેટ બોર્ડની ખાવા-પીવાની જવાબદારી હોય છે.

તો આ ઉપરાંત પ્રેક્ટિસ માટે પણ (Team India ) ભારતીય ટીમને અગવડ પડી રહી છે. સૂત્રોનું માનીએ તો (Team India ) ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લઈ રહી નથી. તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે પ્રેક્ટિસ માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે ટીમ હોટલથી દૂર છે. ખેલાડીઓ જે હૉટલમાં રોકાયા છે, ત્યાંથી ત્યાં સુધી પહોંચવામાં 45 મિનીટનો સમય લાગી રહ્યો છે, આવામાં ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

મહત્વનું છે કે, પોઈન્ટ ટેબલ પર (Team India ) ભારતીય ટીમ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. જ્યારે ગ્રુપ-1માં ન્યુઝીલેન્ડ નંબર-1 પર અને ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. કીવી ટીમે સુપર-12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments