Team Chabuk-Entertainment Desk: અક્ષય કુમારને નવી ફિલ્મ રામ સેતુને બોક્સ ઓફિસ પર ધાર્યા કરતા ઓછી સફળતા મળી છે. દિવાળી પર રિલીઝ થયેલી રામ સેતુ પહેલા દિવસે માંડ માંડ 15 કરોડ રૂપિયા સુધી પહોંચી શકી. એટલે કે પહેલાં દિવસ ફિલ્મ બજેટના 10 ટકા રૂપિયા પણ ન કમાઈ શકી. બીજી તરફ અજય દેવગનની થેંક ગોડ ફિલ્મના બજેટ કરતાં 10 ટકાથી થોડી વધારે કમાણી કરી શકી છે. ઓલઓવર જોઈએ તો બંને ફિલ્મ પહેલાં દિવસે દિવાળીના સૂતળીબોમ્બની જગ્યાએ સૂરસૂરિયું સાબિત થઈ છે.
અક્ષય કુમારની રામ સેતુને રિલીઝ કરવાની જવબદારી ઝી સ્ટૂડિયોએ લીધી છે. જો ફિલ્મ ફ્લોપ જશે તો આ કંપનીના માથે પણ મોટી જવાબદારી હશે. કારણ કે દાવો છે કે, કંપનીએ ફિલ્મનો સિમિત પ્રચાર કર્યો. ફિલ્મ કુલ 215 કરોડ રૂપિયાના ખર્ચે બની છે જો કે, તેની સામે પ્રચાર માટે ઝી સ્ટૂડિયોએ કંજૂસાઈ કરી છે.
તો અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેંક ગોડની હાલત ફિલ્મના બજેટ પ્રમાણે સારી છે. આ ફિલ્મ કુલ 70 કરોડ રૂપિયાના ખર્ચે બની છે. શરૂઆતમાં ફિલ્મે કુલ અંદાજે 8 કરોડ 50 લાખથી વધુની કમાણી કરી છે. મળતી માહિતી મુજબ ફિલ્મ થેંક ગોડ અને રામ સેતુ બંને પોતાના મેકિંગ બજેટથી વધુ રૂપિયા સેટેલાઈટ રાઈટ્સ અને ઓટીટી રાઈટ્સથી વસૂલી ચુકી છે. એવામાં જો ફિલ્મ ફ્લોપ થશે તો સૌથી વધુ નુકસાન ફિલ્મ બનાવનારાને થશે કારણ કે સેટેલાઈટ્સ અને ઓટીટી રાઈટ્સથી મળેલા રૂપિયા સીધા અક્ષય કુમાર પાસે જશે.
ફિલ્મ રામ સેતુ અને ફિલ્મ થેંક ગોડ અંદાજે અઢી હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મનો મુકાબલો હોલિવૂડની ફિલ્મ બ્લેક એડમ તેમજ હિન્દી, તમિલ, તેલુગુમાં બનેલી ફિલ્મ હર હર મહાદેવ સાથે છે. ફિલ્મ જગતમાં રામ સેતુ અને થેંક ગોડ પાસે આશા હતી કે બંને ફિલ્મ પહેલાં દિવસે 30 કરોડ રૂપિયા કમાશે જો કે, એવું થયું નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત