Team Chabuk-Gujarat Desk: પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક વિભાગોમાં મેડિકલ કોલેજના ડોકટરો ફરજ બનાવી રહ્યા છે. આ હોસ્પિટલમાં ગત મહિનામાં 89 જેટલા મેજર તેમજ 4200 જેટલા માઇનોર ઓપરેશન કરી રેકોર્ડ બનાવાયા છે.
ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ગત જુલાઈ માસમાં જનરલ સર્જરી 33 દર્દીઓને કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગમાં 19 મેજર ઓપરેશન અને આંખ વિભાગમાં 36 તેમજ ઇ.એન.ટી વિભાગ દ્વારા 2 ઓપરેશન કરવામાં આવ્યા. આમ, ગત જુલાઈ મહિનામાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઓપરેશન વિભાગમાં કુલ 89 મેજર અને 4200 જેટલા માઈનોર ઓપરેશન કરવામાં આવ્યા.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની નિમણૂક થઈ જતા હાલ ઓપરેશન વધારો થયો છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત હતા પરંતુ આ તમામ વિભાગોમાંથી અમુક વિભાગોમાં નિષ્ણાત ડૉકટરોની ઘટ જોવા મળતી હતી જેને લઈને અનેક દર્દીઓને અન્ય શહેરમાં સારવાર લેવા જવું પડતું હતું.

પોરબંદરમાં ગત વર્ષે મેડિકલ કોલેજનો પ્રારંભ થતાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગોમાં અનેક નિષ્ણાત ડૉકટરોની નિમણૂક કરવામાં આવી છે. જેને લઈને હાલ પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગોમાં અનેક દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
