Team Chabuk-Sports Desk: શુક્રવારના રોજ ઔપચારિક મેચ રમવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને શ્રીલંકાની સામે અંતિમ વનડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે આ વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. કોલંબો ખાતેના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલા અંતિમ મુકાબલામાં શ્રીલંકાએ અવિષ્કા ફર્નાન્ડોના 76 અને ભાનુકા રાજપક્ષાના 65 રનની મદદથી ભારતને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. જેથી ભારતનું વ્હાઈટવોશનું સ્વપ્ન રોળાયું હતું.
મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 43.1 ઓવરમાં 225 રન બનાવ્યા હતા. 23 ઓવર બાદ જ્યારે ભારતનો સ્કોર 123-3 હતો, ત્યારે વરસાદ ખાબક્યો હતો. જેથી મેચને 47-47ની ઓવરની કરી દેવામાં આવી હતી.
શ્રીલંકાને આ પ્રમાણે ડકવર્થ લુઈસ પદ્ધતિના નિયમ મુજબ 227 રનનું લક્ષ્ય મળ્યું હતું. જેને યજમાન ટીમે 48 બોલ શેષ રહેતા પ્રાપ્ત કરી લીધું હતું. ભારત તરફથી યુવા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલ ચાહરે 54 રન આપીને સર્વાધિક ત્રણ વિકેટ પ્રાપ્ત કરી હતી. ચેતન સાકરિયાએ બે વિકેટ જ્યારે ગૌતમ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.
યુવા બેટ્સમેન પૃથ્વી શોએ 49, સંજુ સેમસને 46 અને સૂર્યકુમાર યાદવે 40 રનની મહત્વની ઈનિંગ રમી ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે ભારતીય ટીમના અન્ય ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનના કારણે અને પાંચ ડેબ્યુ પ્લેયરની સાથે મેદાનમાં ઉતરેલી ટીમને શ્રીલંકા વિરૂદ્ધની ત્રીજી એક દિવસ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સંજુ સેમસને બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાવી હતી.
વરસાદ બાદ જ્યારે રમતની શરૂઆત થઈ ત્યારે ભારતીય ટીમે 38 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. નવદીપ સૈની 15 અને રાહુલ ચાહર 13 રનની સાથે નવમી વિકેટ માટે 29 રનની ભાગીદારી નોંધાઈ હતી. જેણે ટીમને 200ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં સહાયતા કરી હતી. શ્રીલંકા તરફથી લેગ સ્પિનર અકિલા ધનંજય અને સ્પીનર પ્રવીણ જયવિક્રમાએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત