Homeતાપણુંમમતાના દાવપેચ! વિપક્ષ તરીકે કોંગ્રેસ કરતા તૃણમૂલ કોંગ્રેસ વધારે મજબૂત દેખાઈ રહી...

મમતાના દાવપેચ! વિપક્ષ તરીકે કોંગ્રેસ કરતા તૃણમૂલ કોંગ્રેસ વધારે મજબૂત દેખાઈ રહી છે

Team Chabuk-Political Desk: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેન દ્વારા કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ આંચકી રાજ્યસભાના ઉપસભાપતિ પર ફેંકવું એ અચાનક નહોતું થયું. આ તૃણમૂલ કોંગ્રેસની સંસદની અંદર કાર્યવાહીને લઈ બનાવવામાં આવેલ રણનીતિનો એક ભાગ જ હતો. ભલે શાંતનુ સેનને ચોમાસુ સત્રની બાકીની અવધિમાંથી નિલંબિત કરી દેવામાં આવ્યા હોય, પણ સંસદની અંદર અન્ય તમામ વિપક્ષી દળોની તુલનાએ તૃણમૂલ કોંગ્રેસની ઉપસ્થિતિ પ્રભાવજનક દેખાઈ રહી છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીની આંખો રાષ્ટ્રીય રાજનીતિ પર છે. જેથી તેમણે પોતાના સાંસદોને નિર્દેશિત કર્યા છે કે સંસદની કાર્યવાહીમાં જોરોશોરોથી ભાગ લો અને મીડિયામાં પણ આટલા બધા વિપક્ષી દળો હોવા છતાં, તેઓ જ ચમકતા રહ્યા હતા.

આ જ કારણ છે કે ગત કેટલાક દિવસોથી સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની અતિ સક્રિયતા અલગ દેખાઈ રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા વધારોનો વિરોધ હોય, કે મોંઘવારીનો વિરોધ કરવા માટે સાઈકલ ચલાવીને સંસદ પહોંચવું અથવા સંસદની બહાર પ્રદર્શન કરવું. દરેક જગ્યાએ તૃણમૂલના સાંસદો અગ્રીમ હરોળ પર છે અને પોતાની હાજરી એક મજબૂત વિપક્ષ તરીકે નોંધાવી રહ્યા છે.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સંખ્યા તૃણમૂલના સાંસદોની સંખ્યા કરતા ત્રણ ગણી છે. જોકે કોંગ્રેસના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ નોંધાવે છે અને ટીવીની ડિબેટમાં ભાગ લે છે. બીજી બાજુ તૃણમૂલના નેતા રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. જે કામ એક સમયે ભાજપ વિપક્ષ તરીકે કરતું હતું એ હવે તૃણમૂલ કરી રહ્યું છે.

કોંગ્રેસની પાસે ભલે લોકસભા અને રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ કરતા વધારે સાંસદો હોય, જોકે 2019 બાદ તે સંસદના બંને ગૃહોમાં પોતાની એટલી હાજરી નથી નોંધાવી શક્યા. વિપક્ષી નેતૃત્વની આ કમીને ભરવાના પ્રયાસમાં તૃણમૂલ લાગી ગયું છે. આમેય હવે મમતાનો દરેક દાવપેચ કેન્દ્રમાં જગ્યા મેળવવા માટે થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments