Team Chabuk-Gujarat Desk: આજે 8 મેના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સવારથી જ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ અને વોટ્સએપ મારફતે પરિણામ ચકાસી રહ્યા છે. ધોરણ 10નું રાજ્યનું 83.08 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો 72.55 ટકા સાથે ખેડા છે.
સમગ્ર રાજ્યના પરિણામની વાત કરીએ તો ધોરણ 10નું 83.08 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 82.56 ટકા હતું. એટલે કે ગત વર્ષ કરતા 0.52 ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર મહેસાણા જિલ્લાનું કાંસા અને ભાવનગર જિલ્લાનું ભોળાદ છે. બન્ને કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખેડા જિલ્લાનું અંબાવ છે. જેનું પરિણામ 29.56 ટકા આવ્યું છે. રાજ્યમાં 1574 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 28055 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

પરિણામમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ કાઠું કાઢ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા આવ્યું છે. રાજ્યમાં કુલ 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત