Team Chabuk-National Desk: ભારતીય દળોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હુમલાના 15 દિવસ પછી ભારતે બુધવારે રાત્રે લગભગ 1.05 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકીઓના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો ખાતમો બોલાવ્યો છે. આ હુમલામાં તેના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાની માહિતી મળી છે.

હકીકતમાં આતંકવાદી મસૂદ પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ સતત આતંકવાદી કાવતરાં ઘડી રહ્યો હતો. પરંતુ હવે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને આ ખાસ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. જેમાં મસૂદ અઝહરના પરિવારજનો પણ માર્યા ગયા છે. આ હુમલા બાદ મસૂદ અઝહરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે કહ્યું છે કે, હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત. આ હવાઈ હુમલામાં મૌલાના મસૂદ અઝહરની મોટી બહેનની સાથે મૌલાના કશફનો આખો પરિવાર માર્યો ગયો છે. સાથે જ મુફ્તિ રઉફના દોહત્ર અને દોહિત્રી, બાજી સાદિયાના પતિ સહિત મોટી દીકરીના ચાર બાળકો ઘાયલ થયા છે.
તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક